Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

કરોડના બિઝનેસમાં ભારતીય ક્રિકેટ બોર્ડે વેબસાઈટનું ડોમેઈન રીન્યુ કરવાનું ભૂલી ગયું

નવી દિલ્હી:  ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની શ્રેણીની બીજી વન ડેની અપડેટ્સ માટે ક્રિકેટ ચાહકોએ આજે બપોરે જ્યારે વિશ્વના સૌથી ધનાઢ્ય ક્રિકેટ બોર્ડની વેબસાઈટ ખોલવાનો પ્રયાસ કર્યો ત્યારે વેબસાઈટ બંધ હોવાનું જણાતા ભારે આશ્ચર્ય ફેલાયું હતુ. આખા ક્રિકેટ જગતની આવકમાં ૮૦થી વધુ ટકાનો હિસ્સો આપતાં ભારતીય ક્રિકેટ બોર્ડની વેબસાઈટ એટલા માટે બંધ થઈ ગઈ હતી, કારણ કે બોર્ડ નિર્ધારિત સમયમાં ડોમેઈન રિન્યુ કરાવવાનું જ ભુલી ગયું હતુ. વેબસાઈટ રજિસ્ટ્રર કરતી સાઈટ્સે તો ભારતીય ક્રિકેટ બોર્ડની ઓફિસિઅલ સાઈટના ડોમેઈનને જાહેર બિડીંગ માટે મુકી દીધું હતુ અને તેના પ્રતિભાવમાં કુલ સાત બોલી લગાવાઈ હતી, જેમાં હાઈએસ્ટ બોલી ૨૭૦ ડોલરની હતી. ભારતીય ક્રિકેટ બોર્ડનું ડોમેઈન તારીખ ૨.૨.૨૦૦૬થી લઈને ૨.૨.૨૦૧૯ સુધી માન્ય છે. જોકે તેની અપડેટેશન ડેટ તારીખ ૩ ફેબુ્રઆરી,૨૦૧૮ હતી, પણ કરોડાના કરારોમાં વ્યસ્ત બોર્ડ આ સામાન્ય બાબત ભુલી ગયું હતુ અને રવિવારે મોડી સાંજ સુધી વેબસાઈટ ચાલુ થઈ શકી નહતી.
 

(5:28 pm IST)