Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

શ્રીલંકાના બેટર ભાનુકા રાજપક્ષેએ નિવૃતિ લીધીઃ જો કે બોર્ડે રાજીનામુ સ્વીકાર્યુ નથી

નવી દિલ્હીઃ ,  શ્રીલંકાના ડાબા હાથના બેટ્સમેન ભાનુકા રાજપક્ષેએ અચાનક આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ભાનુકાએ બોર્ડને પોતાનો નિવૃત્તિ પત્ર પણ સુપરત કર્યો છે.  જો કે શ્રીલંકા ક્રિકેટ બોર્ડે હજુ સુધી આ અંગે કોઈ નિર્ણય લીધો નથી.  સુત્રો અનુસાર, ભાનુકા શ્રીલંકન ક્રિકેટમાં લાગુ કરાયેલા નવા ફિટનેસ મોડલથી નાખુશ છે.  તેણે કહ્યું છે કે બોર્ડ દ્વારા નક્કી કરાયેલા નવા ફિટનેસ માપદંડોને કારણે તે આગળ રમી શકશે નહીં.  ભાનુકાએ શ્રીલંકા માટે અત્યાર સુધીમાં ૫  વન-ડે અને ૧૮ ટી-૨૦ મેચ રમ્યા છે.

(3:57 pm IST)