Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

દક્ષિણ આફ્રિકા અને આરસીબી મારા માટે ચોકકસ ભૂમિકા હશેઃ ડીવીલીયર્સ

નવી દિલ્હીઃ ૨૦૧૭માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનાર દક્ષિણ આફ્રિકાના સ્ટાર ક્રિકેટર એબી ડી વિલિયર્સનું માનવું છે કે આવનારા સમયમાં તે પોતાની ક્રિકેટ ટીમ માટે મહત્વની ભૂમિકા ભજવી શકે છે. એબીડીએ ગયા વર્ષે નવેમ્બરમાં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત પણ કરી હતી.

ડી વિલિયર્સે સન્ડે ટાઈમ્સને કહ્યું, મને વિશ્વાસ છે કે દક્ષિણ આફ્રિકા ક્રિકેટ અને આરસીબીમાં મારા માટે ચોક્કસ ભૂમિકા હશે. મને ભવિષ્ય વિશે ખબર નથી, પરંતુ જ્યારે સમય આવશે ત્યારે જોઈશ,

 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૨૦,૦૧૭ રન બનાવનાર ડી વિલિયર્સના નામે વનડેમાં સૌથી ઝડપી અડધી સદી, સદી અને ૧૫૦ રનનો રેકોર્ડ છે. તેણે આરસીબી માટે ૧૫૬ મેચમાં ૪૪૯૧ રન બનાવ્યા છે. ડી વિલિયર્સે કહ્યું કે ગયા વર્ષે કોરોના મહામારી વચ્ચે રમવું ખૂબ જ પડકારજનક હતું. આઇપીએલ માટે બે વાર જવું, આટલા બધા ટ્રાવેલ પ્રતિબંધ, કોરોના ટેસ્ટ, ફ્લાઈટ કેન્સલ,   બાળકોની સ્કૂલનું સંચાલન બધું ખૂબ જ પડકારજનક હતું.  

(3:55 pm IST)