Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

ખેલાડીઓ માટે બાયોબબલના નિયમો સમાપ્ત કરોઃ પીટરસનનું ટવીટ

નવી દિલ્હી : ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન કેવિન પીટરસને આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો અને સપોર્ટ સ્ટાફ માટે કડક બાયો-સેફ વાતાવરણને સમાપ્ત કરવાની અપીલ કરી છે.

તેમણે કોવિડ-૧૯ના વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને વર્કલોડ મેનેજમેન્ટ માટે સંતુલિત અભિગમની હિમાયત કરી હતી.  પીટરસને ટ્વીટ કરીને કહ્યું, ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફ માટે બને તેટલી વહેલી તકે કડક બાયો બબલને સમાપ્ત કરવાની જરૂર છે.  

 વર્તમાન એશિઝ શ્રેણી પહેલા, એવા અહેવાલો હતા કે ઇંગ્લેન્ડના ટોચના ખેલાડીઓ પાંચ મેચની સિરીઝનો બહિષ્કાર કરી શકે છે કારણ કે તેઓ કડક અલગતા નિયમોને કારણે લગભગ ચાર મહિના સુધી હોટલના રૂમમાં મર્યાદિત રહેવા માંગતા નથી. ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ,  ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રેલિયન સરકાર વચ્ચેની વાતચીત બાદ આ મામલો ઉકેલાયો હતો.

(3:26 pm IST)