Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

શ્રીલંકાના બોલીંગ કોચ તરીકે રમેશ રત્નાયકેની નિમણુંક

નવી દિલ્હીઃ ભૂતપૂર્વ ફાસ્ટ બોલર રમેશ રત્નાયકેને ઝિમ્બાબ્વે સામેની હોમ સિરીઝ પહેલા શ્રીલંકન ટીમના વચગાળાના કોચ તરીકે નિયુકત કરવામાં આવ્યા છે.  શ્રીલંકા ક્રિકેટએ આ જાણકારી આપી. ૧૯૮૨ અને ૧૯૯૩ વચ્ચે શ્રીલંકા માટે ૨૩ ટેસ્ટ અને ૭૦ ODI રમનાર ૫૮ વર્ષીય રત્નાયકે હાલમાં હાઈ પરફોર્મન્સ સેન્ટરમાં ઝડપી બોલિંગ કોચ તરીકે સેવા આપી રહ્યા છે.  તેઓ મિકી આર્થરનું સ્થાન લેશે, જેમની વિદાય પછી ગયા વર્ષે નવેમ્બરથી આ પદ ખાલી હતું. રાષ્ટ્રીય ટીમના સલાહકાર કોચ અને ભૂતપૂર્વ સુકાની મહેલા જયવર્દને ૯મી જાન્યુઆરીએ વેસ્ટ ઈન્ડિઝ જવા માટે અંડર-૧૯ ટીમમાં જોડાવા માટે રવાના થશે જે આઇસીસી અન્ડર-૧૯ મેન્સ વર્લ્ડ કપમાં ભાગ લેવા માટે કેરેબિયન પહોંચી ચૂકી છે.

(3:09 pm IST)