Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

એશિયા કપ જીતીને વર્લ્ડકપમાં એન્ટ્રીનો પ્લાન

મહિલા હોકી ટીમના વા. કેપ્ટન અને ગોલકીપર સવિતા કહે છે

 નવી દિલ્હીઃ ભારતની મહિલા હોકી ટીમની ગોલકીપર તથા વાઇસ-કૅપ્ટન સવિતાએ કહ્યું કે 'આ મહિને ૨૧મીથી ઓમાનમાં યોજાનારી એશિયા કપ ટુર્નામેન્ટ જીતીને જુલાઈમાં સ્પેન તથા નેધરલેન્ડ્સમાં યોજાનારા હોંકીના વર્લ્ડ કપમાં સીધો પ્રવેશ મેળવવાની ભારતીય ટીમની યોજના છે. એ જોતાં અત્યારે અમારું બધું ધ્યાન એશિયા કપ જીતવા પર જ છે.

૨૦૧૭માં ભારતીય ટીમે એશિયા કપ જીતીને વિશ્વકપમાં સીધી એન્ટ્રી મેળવેલી એનું પુનરાવર્તન કરવું છે. રાની રામપાલ ભારતીય ટીમની કેપ્ટન છે.

(3:09 pm IST)