Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

રોહીતને તબીબોની વજન ઘટાડવાની સલાહ

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાનો હિટમેન રોહિત શર્મા આ દિવસોમાં ઈજાઓથી ખૂબ જ પરેશાન છે, તે હાલમાં હેમસ્ટ્રિંગ અને ઘૂંટણની સમસ્યાથી ઝઝૂમી રહ્યો છે.  માટે રોહિતને નેશનલ ક્રિકેટ એકેડમીના નિષ્ણાતોએ વજન ઘટાડવાની સલાહ આપી છે. મીડિયા રિપોર્ટમાં ચાલી રહેલા સમાચાર મુજબ, નિષ્ણાતોનું કહેવું છે કે વજન ઘટાડવાથી હેમસ્ટ્રિંગ અને ઘૂંટણ પર દબાણ ઓછું થશે. અને કદાચ આ સલાહને અનુસરીને રોહિત શર્માએ વજન ઘટાડવાની પ્રતિજ્ઞા લીધી છે. તેણે ફરીથી પોતાની ફિટનેસ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે.

(3:09 pm IST)