Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

બેટરોએ રનનો ખડખલો કરવો પડશે તો જ જીતના ચાન્સઃ શાર્દુલ

મેચમાં હજુ બે દિવસ બાકી, પીચ બેટીંગ માટે સરળ નથી

નવી દિલ્હીઃ  આફ્રિકા સામે ૭ વિકેટ  ઝડપનાર શાર્દુલ ઠાકુરે  મીડિયાને જણાવ્યું હતું કે તેણે પિચમાં તિરાડ જોઈ હતી જ્યાંથી બોલિંગ કરતી વખતે બોલ ઉપર-નીચે જઈ રહ્યો હતો.  બસ તેણે તે જ જગ્યાએ બોલ ફેંકવાનો પ્રયાસ કર્યો અને તેથી જ આ ઝડપી બોલરને સફળતા મળી. ઠાકુરે કહ્યું, જ્યારે મેં બોલિંગ શરૂ કરી, ત્યારે મેં જોયું કે પિચમાં એક એવી જગ્યા હતી જ્યાંથી બોલ ઉપર અને નીચે બંને તરફ જઈ રહ્યો હતો.  હું એ જ લેન્થ પર બોલિંગ કરતો હતો અને ત્યાંથી બોલ જમણા હાથના બેટ્સમેન માટે અંદરની તરફ આવતો હતો. શાર્દુલે કહ્યું સેન્ચુરિયનની જેમ જોહાનિસબર્ગમાં પણ ફાસ્ટ બોલરોને ઘણો સપોર્ટ છે અને અહીં સારી લાઇન-લેન્થ બોલિંગ કરવી મહત્વપૂર્ણ છે. જોકે ટીમ ઈન્ડિયા હજુ પણ જોહાનિસબર્ગમાં જીતવા માટે ફેવરિટ નથી.મેચની વર્તમાન સ્થિતિ થોડી જટિલ છે. જો અમે બીજી ઇનિંગમાં દક્ષિણ આફ્રિકાને મોટો ટાર્ગેટ આપીએ તો સારું રહેશે. કારણ કે મેચમાં હજુ બે દિવસ બાકી છે અને આ પીચ બેટિંગ માટે બિલકુલ સરળ નથી.  ટીમના દૃષ્ટિકોણથી અમારે મોટો સ્કોર કરવાનો છે.

(3:08 pm IST)