Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

પંતની વધુ એક સિધ્ધી

નવી દિલ્હીઃ ભારતીય વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતે વિકેટકીપિંગમાં વધુ એક સિદ્ધિ પોતાના નામે કરી છે.  ૨૪ વર્ષીય ખેલાડીએ દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં ચાર કેચ લીધા અને ટેસ્ટ ક્રિકેટમાં વિકેટ કીપર તરીકે ૧૦૦ કેચ પૂરા કર્યા. આ સાથે તે પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની એકસકલુઝિવ કલબમાં જોડાઈ ગયો.  પંત હવે ટેસ્ટ ક્રિકેટમાં ૧૦૦ કેચ ઝડપનાર ચોથો ભારતીય વિકેટકીપર બની ગયો છે.  તેમના પહેલા મહેન્દ્ર સિંહ ધોની (૨૫૬), સૈયદ કિરમાણી (૧૬૦) અને કિરણ મોરે (૧૧૦) આ કારનામું કરી ચૂક્યા છે.  રિષભ પંતે મંગળવારે જોહાનિસબર્ગના વાન્ડરર્સ સ્ટેડિયમમાં શાર્દુલ ઠાકુરની બોલ પર લુંગી ન્ગીડીને કેચ કરીને ૧૦૦ કેચ સાથે વિકેટ-કીપર્સની યાદીમાં સામેલ થવા માટે નયન મોંગિયા (૯૯)ને પાછળ છોડી દીધો.

(3:08 pm IST)