Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

કોવિડને કારણે રણજી સી.કે.નાયડુ અને મહિલાઓની ટી-૨૦ લીગ મોકુફ

 નવી દિલ્હીઃ કોવિડ-૧૯ની નવી વેવમાં વધી રહેલા કેસને ધ્યાનમાં લઈને બીસીસીઆઇએ ૨૦૨૧-રરની સીઝનની રણજી ટ્રોફી, કર્નલ સી. કે. નાયડું ટ્રોફી, મહિલાઓની સિનિયર વિમેન્સ ટીર૦ લીગ મુલતવી રાખી છે.

રણજી ટ્રોફી ૧૩ જાન્યુઆરીએ શરૂ થવાની હતી. આ સ્પર્ધાની મેચો બૅન્ગલોર, કલકત્તા સહિત ૬ શહેરોમાં રમાય છે. તાજેતરમાં બેંગાલની ટીમના ૬ પ્લેયરનો તેમ જ મુંબઈના શિવમ દુબેનો કોરોના-રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

(3:07 pm IST)