Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

જયદેવ ઉંનડકટે ભાવુક ટ્વીટ કર્યુઃ ‘પ્રિય રેડ બોલ.. કૃપા કરી મને એક તક આપ, હું તને ગૌૈરવ અપાવીશ, મારૂ વચન છે’

ડાબોડી ઝડપી બોલર જયદેવ ઉંનડકટને ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ધૂમધડાકાભેર પાછુ ફરવુ છે

નવી દિલ્હી, તા. ૫ : ભારતમાં ડાબા હાથના ઝડપી બોલર આંગળીના વેઢે ગણાય તેટલા છે. ભારતમાં બહુ ઓછા લેફટ આર્મ પેસર છે. તેમાથી એક સૌૈરાષ્ટ્ર-પોરબંદરના જયદેવ ઉંનડકટ પણ છે. જેઓ ઘર આંગણે બહુ સારો દેખાવ કરી રહ્યા છે. એટલુ જ નહિ ઘર આંગણાના દેખાવના કારણે જ તેને ભારતીય ટીમ માટે આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં લેવામાં આવ્યો હતો પરંતુ તેની કેરીયર બહુ લાંબી ચાલી નહી. એટલુ જ નહિ તેનો પ્રથમ ટેસ્ટ મેચ જ તેના માટે અત્યાર સુધીનો અંતિમ ટેસ્ટ બની ચૂકયો છે. આ જ કારણે તેણે રેડ બોલ (લાલ દડા) સાથે વાતચીત કરી છે જે અત્યંત ભાવુક છે, કારણ કે તે ફરીથી કમબેક કરવા માંગે છે.
ડાબા હાથના ઝડપી બોલર જયદેવ ઉંનડકટે ગઈકાલે મોડી રાત્રે એક ટ્વીટ કર્યુ અને રેડ બોલને એક ખાસ અપીલ પણ કરી હતી. ૩૦ વર્ષના ઝડપી બોલરે એ સમયે ટ્વીટ કરી કે જ્યારે બીસીસીઆઈએ રણજીત ટ્રોફી સહિત અન્ય ટૂર્નામેન્ટોને હાલ સ્થગિત કરેલ છે. એવામાં રેડ બોલ ક્રિકેટ સતત બીજી વખત ઘરેલુ સ્તર પર ભારતમાં નહી રમાઈ. આ જ કારણે જયદેવ ઉંનડકટે ટ્વીટ કર્યુ છે કે, ‘પ્રિય લાલ બોલ, કૃપા કરી મને એક તક આપ હું તને ગૌરવ અપાવીશ આ મારૂ વચન છે’.  જયદેવ ઉંનડકટે ૧૯ વર્ષની ઉંંમરમાં ૨૦૧૦માં દ. આફ્રિકા વિરૂદ્ઘ ટેસ્ટમાં ડેબ્યુ કર્યુ હતું. જો કે એ મેચ ભારત હારી ગયુ હતું. તેણે ૨૬ ઓવર ફેંકી હતી અને એક પણ વિકેટ મળી ન હતી તે પછી તેનેે કદી ટેસ્ટમાં મોકો મળ્યો નથી. તે ૭ વન ડે અને ૧૦ ટી-૨૦ મેચ રમી ચૂકયો છે, પરંતુ ૨૦૧૩થી વન ડે અને ૨૦૧૮થી ટી-૨૦ રમી ચૂકયો નથી.

 

(10:37 am IST)