Gujarati News

Gujarati News

News of Sunday, 5th January 2020

લિયો કાર્ટર એક ઓવરમાં છ છગ્ગા મારનાર ખેલાડી

વિશ્વમાં છ ખેલાડીઓની યાદીમાં સામેલ : ભારતના રવિ શાસ્ત્રી અને યુવરાજે પણ છ છગ્ગા લગાવ્યા

ક્રાઇસ્ટચર્ચ, તા. ૫ :ન્યુઝીલેન્ડના બેટ્સમેન લિયો કાર્ટરે આજે નવો ઇતિહાસ સર્જ્યો હતો. તે એક ઓવરમાં છ છગ્ગા ફટકારનાર દુનિયાનો સાતમો ક્રિકેટર બની ગયો હતો. કાર્ટરે આ સિદ્ધિ ન્યુઝીલેન્ડના સ્થાનિક ટ્વેન્ટી-૨૦ ટુર્નામેન્ટ સુપર સ્મેશમાં નોર્થન નાઇટની સામે પોતાની ટીમ કેન્ટરબરી કિંગ્સની જીતમાં મેળવી હતી. ૨૫ વર્ષના ડાબોડી બેટ્સમેને છ છગ્ગા ફટકાર્યા હતા. સ્પીનર એન્ટન દેવસીચની ઓવરમાં આ રન કર્યા હતા તે ૨૯ બોલમાં ૭૦ રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો. ભારત તરફથી રવિ શાસ્ત્રી અને યુવરાજસિંહ આ સિદ્ધિ મેળવી ચુક્યા છે જ્યારે વૈશ્વિક સ્તર પર આ યાદીમાં ગેરી સોબર્સ, હર્ષલ ગિબ્સ, રવિ શાસ્ત્રી, યુવરાજસિંહ, રોસ વ્હાઇટલે અને હઝરતુલ્લાનો સમાવેશ થાય છે. કાર્ટર ટી-૨૦માં હાલ સ્થાનિક મેચોમાં ધૂમ મચાવી રહ્યો છે. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તર પર આવો દેખાવ કરનાર તે ચોથો બેટ્સમેન બન્યો છે. જુદા જુદા વર્ષોમાં આ સિદ્ધિ ખેલાડીઓએ હાંસલ કરી છે. સૌથી પહેલા છ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ વેસ્ટઇન્ડિઝના ગેરી સોબર્સના નામે હતો. સોબર્સે ૧૯૬૮માં આ સિદ્ધિ મેળવી હતી. ત્યારબાદ રવિ શાસ્ત્રીએ ૧૯૮૫માં એક જ ઓવરમાં છ છગ્ગા ફટકાર્યા હતા. યુવરાજે ૨૦૦૭માં આ સિદ્ધિ મેળવી હતી.

એક ઓવરમાં છ છગ્ગા

*   હઝરતુલ્લા ઝાઝાઈ (૨૦૦૮)

*   સર ગેરી સોબર્સ (૧૯૬૮)

*   રવિ શાસ્ત્રી (૧૯૮૫)

*   હર્ષલ ગિબ્સ (૨૦૦૭)

*   યુવરાજસિંહ (૨૦૦૭)

*   એલેક્સ હેલ્સ (૨૦૧૫)

*   લિયો કાર્ટર (૨૦૨૦)

(8:00 pm IST)