Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

રશિયાનો મેડ્વેડેવ બ્રિસબેન ઈન્ટરનેશનલ ટેનિસ ટુર્નામેન્ટની સેમિફાઈનલમાં પહોંચ્યો

હવે સેમિ ફાઈનલમાં મેડ્વેડેવનો મુકાબલો ફ્રાન્સના ટેનિસ સ્ટાર સોંગા સામે થશે

મોસ્કો :રશિયાના યુવા ટેનિસ સ્ટાર ડેનિલ મેડ્વેડેવે એન્ડી મરે બાદ કેનેડાના મિલોસ રાઓનિકને હરાવીને બ્રિસબેન ઈન્ટરનેશનલ ટેનિસ ટુર્નામેન્ટની સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે.

 ઓસ્ટ્રેલિયન ઓપન અગાઉ બ્રિસબેનમાં ચાલી રહેલી ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઈનલમાં મેડ્વેડેવે ૬-૭ (૨-૭), ૬-૩, ૬-૪થી રાઓનિક સામે વિજય પ્રાપ્ત કર્યો હતો.

  હવે સેમિ ફાઈનલમાં મેડ્વેડેવનો મુકાબલો ફ્રાન્સના ટેનિસ સ્ટાર સોંગા સામે થશે. સોંગાએ અન્ય ક્વાર્ટર ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાના યુવા ખેલાડી એલેક્સ ડે મિનારને સીધા સેટોમાં ૬-૪, ૭-૬ (૭-૨)થી હરાવીને અંતિમ ચારમાં સ્થાન પ્રાપ્ત કરી લીધું હતુ.

(9:46 pm IST)