Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

યુએઈમાં એશિયન કપ ફૂટબોલ ચેમ્પિયનશીપનો પ્રારંભ

યજમાન યુએઈ અને બહેરિન વચ્ચે ઉદ્ઘાટક ફૂટબોલ મુકાબલો

અબુધાબી :આજથી યુએઈમાં એશિયન ફૂટબોલ કોન્ફિડરેશનની હાઈપ્રોફાઈલ ટુર્નામેન્ટ - એશિયન કપ-ની ૧૭મી એડિશનનો પ્રારંભ થયો છે

 દર ચાર વર્ષે યોજાતી એશિયન ફૂટબોલની આ મેજર ટુર્નામેન્ટમાં આ વખતે ભારત પણ ક્વોલિફાય થવામાં સફળ રહ્યું છે.૨૮ દિવસની ટુર્નામેન્ટમાં ભારત સહિત એશિયાની ૨૪ ટીમો પોતાની શ્રેષ્ઠતા સાબિત કરવાનો પ્રયાસ કરશે.

 તારીખ ૧ ફેબુ્રઆરી, ૨૦૧૯ના રોજ એશિયન કપની ૫૧મી મેચ રમાશે અને તેનું પરિણામ એશિયન કપ ચેમ્પિયનને નક્કી કરશે.

અબુ ધાબીના સ્ટેડિયમમાં ભારતીય સમય પ્રમાણે રાત્રે ૯.૩૦ વાગ્યાથી યજમાન યુએઈ અને બહેરિન વચ્ચે ઉદ્ઘાટક ફૂટબોલ મુકાબલો યોજાઈ રહયો છે

 ભારતને પણ ગૂ્રપ-એમાં યુએઈ, બહેરિન તેમજ થાઈલેન્ડ જેવી ટીમોની સાથે તક મળી છે. ભારત તેની પ્રથમ મેચ તારીખ ૬ જાન્યુઆરી, ૨૦૧૯ને રવિવારે સાંજે ૭.૦૦થી થાઈલેન્ડ સામે રમાશે.

(9:45 pm IST)