Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

કુલદીપ ઝળકયો : ઓસ્ટ્રેલિયા ૨૩૬/૬

હેરીસની ફિફટી : કુલદીપ ૩, જાડેજા ૨ અને શમીને ૧ વિકેટ

સિડની, તા.૫ : સિડનીના મેદાનમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલ સિરીઝના અંતિમ ટેસ્ટ મેચમાં બે દિવસ ભારતીય બેટ્સમેનો છવાયેલા રહ્યા બાદ બોલરો પણ પોતાનું પ્રભુત્વ બતાવી રહ્યા છે. ત્રીજા દિવસના અંતે ઓસ્ટ્રેલિયાએ ૮૩.૩ ઓવરમાં ૬ વિકેટે ૨૩૬ રન બનાવ્યા હતા અને ભારતની પ્રથમ ઈનિંગથી હજુ ૩૮૬ રન પાછળ છે.

ગઈકાલે ૧૦ ઓવરની રમતમાં ઓસ્ટ્રેલિયાની એક પણ વિકેટ પડી ન હતી. આજે સવારે ખ્વાજાના રૂપમાં પ્રથમ વિકેટ કુલદીપ યાદવે લીધી હતી. બાદ હેરીસ ૭૯, લબુ સચગ્ને ૩૮,  શોન માર્શ ૮, હેડ ૨૦ અને પેઈન ૫ રન બનાવી આઉટ થયા છે.

ટીમ ઈન્ડિયાના બોલરો કુલદીપ યાદવ ૩, જાડેજા ૨ અને શમીને ૧ વિકેટ મળી છે.  દિવસના અંતે કાંગારૂઓએ ૮૩ ઓવરમાં ૬ વિકેટે ૨૩૬ રન બનાવ્યા હતા. હેન્ડસકોમ્બ ૨૮ અને પેટ કમીન્સ ૨૫ રને દાવમાં છે. (૩૭.૧૨)

(3:17 pm IST)