Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

સિંધુએ લીધી સાબરમતી આશ્રમની મુલાકાત

ભારતીય બેડ્મિન્ટનની સુપરસ્ટાર પી.વી. સિંધુ અત્યારે પ્રિમિયર બેડ્મિન્ટન લીગની પોતાની ટીમ હૈદરાબાદ હન્ટર સાથે અમદાવાદમાં છે, જયાં તેની ધ અહમદાબાદ સ્મેશ માસ્ટર્સ ટીમ સાથે મેચ થવાની છે, પરંતુ એ પહેલાં તેણે બુધવારે પોતાના સાથી ખેલાડીઓ સાથે અમદાવાદમાં આવેલ મહાત્મા ગાંધીએ સ્થાપેલ સાબરમતી આશ્રમ અને ઐતિહાસિક અડાલજની વાવની મુલાકાત લીધી હતી. આ સ્થળોની મુલાકાને કારણે ખેલાડીઓ ઘણા ખુશ નજરે પડતા હતાં.(૧.૨)

(10:20 am IST)