Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

ખેલાડીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડનો વનડે સ્થગિત

ખેલાડીનું નામ જાહેર કરવામાં આવ્યું નથી.: બંને ટીમો હોટલમાં બાયો-બબલમાં પરત ફરી

દક્ષિણ આફ્રિકા અને પ્રવાસી ઇંગ્લેન્ડ વચ્ચે અત્રે રમાનારી પ્રથમ વન-ડે એક ખેલાડીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સ્થગિત કરી દેવાઇ છે.

ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે આજે ત્રણ વનડે સીરિઝની પહેલી મેચ આજે કેપટાઉન ખાતે રમાવવાની હતી. જોકે, યજમાન સાઉથ આફ્રિકાના એક ખેલાડીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આ વનડે પોસ્ટપોન કરવામાં આવી છે. આ ખેલાડીનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. બંને ટીમ વચ્ચે હવે 6, 7 અને 9 ડિસેમ્બરના રોજ ત્રણેય વનડે રમાશે. બંને ટીમો અત્યારે ફરી હોટલમાં બાયો-બબલમાં પરત ફરી છે.

આ મેચ હવે આગામી રવિવારે 6 ડિસેમ્બરે રમાશે. ક્રિકેટ સાઉથ આફ્રિકા (CSA)એ ટ્વીટ કરી આ વાતને પુષ્ટિ આપી છે. તે ખેલાડીનું નામ જાહેર કરાયું નથી. પરંતુ એટલું કહેવાયું છે છે કે ગુરુવારે ટેસ્ટિંગ દરમિયાન એક ખેલાડી કોરોના પોઝિટિવ જણાયો હતો. South Africa England match 

સીએસએની ટ્વીટમાં વધુમાં જણાયું છે કે બંને ટીમની સલામતી અને સારા આરોગ્યના હિત મેચ સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે. આ અંગે સીએસએના કાર્યકારી સીઇઓ કુગન્ડ્રી ગોવેન્ડર અને ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ ઇસીબીના સીઇઓ ટોમ હેરિસન શ્રેણીની પ્રથન વનડે પોસ્ટપોન્ડ કરવા રાજી થયા છે

(9:38 pm IST)
  • કોરોના ગાંડોતૂર બનતા અમેરિકાના લોસ એન્જલીસમાં લોકડાઉનની જાહેરાત : લોકડાઉનનની જાહેરાતથી ગુજરાતનો હીરા ઉદ્યોગ ચિંતામાં : ક્રિસમસની ઘરાકી ઉપર પડી શકે છે મોટી અસર : સુરતમાં તૈયાર થયેલા હીરા અને જવેલરીની અમેરિકામાં સારી માંગ હોય છે : ક્રિસમિસના મોટા ભાગના ઓર્ડર સુરતથી રવાના થયા છે access_time 10:47 am IST

  • મોસ્કોમાં એક સાથે કોવિદ વેકિસન આપવા જબ્બર તૈયારીઓ : શનિવારથી રશિયાના મોસ્કો ખાતે સમગ્ર શહેરમાં કોવિડ વેકિસન સેન્ટરો ઉભા કરવામાં આવશે, તે સાથે જ મોસ્કોમાં એકસાથે કોરોના વેકસિન આપવાનું ભગીરથ કાર્ય હાથ ધરાશે. access_time 10:46 am IST

  • ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી : બપોરે 1-45 કલાક સુધીની મત ગણતરી મુજબ TRS 62 બેઠકો ઉપર આગળ : AIMIM 31 સીટ ઉપર તથા BJP 22 સીટ ઉપર આગળ : કોંગ્રેસ 3 બેઠક ઉપર આગળ access_time 2:07 pm IST