Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

પ્રથમ ટી-૨૦માં ભારતનો ઓસી. સામે ૧૧ રને વિજય

વન-ડે શ્રેણી હાર્યા બાદ ભારતની જોરદાર વળતી લડત : રાહુલ-જાડેજાની ધમાકેદાર બેટિંગ, ચહલ-નટરાજનની વેધક બોલિંગની સામે યજમાન ટીમનો પનો ટૂંકો પડ્યો

કેનબેરા, તા.૪ : ટીમ ઇન્ડિયાએ ત્રણ મેચોની ટી-૨૦ સિરીઝમાં જીત સાથે શરૂઆત કરી છે. વિરાટ બ્રિગેડે કેનબરાના મનુકા ઓવલ મેદાનમાં રમાયેલ પ્રથમ ટી-૨૦ મેચમાં ઓસ્ટ્રેલિયાને ૧૧ રનથી હરાવ્યું છે. વન-ડે સિરીઝ ૧-૨થી હાર્યા બાદ ભારતે ટી-૨૦ સિરીઝમાં ખુબ જ સારી શરૂઆત કરી છે અને ૧-૦થી લીડ મેળવી લીધી છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલ ટીમ ઇન્ડિયાએ ૨૦ ઓવરમાં ૭ વિકેટના નુક્સાને ૧૬૧ રન બનાવ્યા અને ઓસ્ટ્રેલિયાને જીત માટે ૧૬૨ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયા ૨૦ ઓવરમાં ૭ વિકેટના નુક્સાને ૧૫૦ રન જ બનાવી શકી. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિંચ ૩૫ રન બનાવીને આઉટ થઇ ગયો. કક્નશન સબ્સ્ટીટ્યૂટ ચહલે તેને હાર્દિક પંડ્યાના હાથે કેચ આઉટ કરાવ્યો. ચહલે તેના પછી સ્ટિવ સ્મિથને સંજૂ સૈમસનના હાથે કેચ આઉટ કરાવી ઓસ્ટ્રેલિયાને બીજો ઝાટકો આપ્યો હતો. સ્મિથ ૧૨ રન બનાવીને આઉટ થયો. ૧૧મી ઓવરમાં ટી. નટરાજને મેક્સવૈલને આઉટ કરી ત્રીજી વિકેટ પાડી. નટરાજને મૈક્સવેલને એલબીડબલ્યુ આઉટ કર્યો. મૈક્સવેલ માત્ર ૨ રન જ બનાવી શક્યો.કે.એલ. રાહુલે ટી-૨૦માં શાનદાર ફોર્મ જાળવી રાખતા હાફ સેંચુરી ફટકારી હતી, પરંતુ રવીન્દ્ર જાડેજાની આક્રમક ઇનિંગ ભારત માટે સંકટમોચક સાબિત થઇ હતી. જેણે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ પ્રથમ ટી-૨૦માં ભારતને ૭ વિકેટ પર ૧૬૧ રન સુધી પહોંચાડ્યું. ટીમ ઇન્ડિયા માટે કે.એલ. રાહુલે સૌથી વધારે ૫૧ રન બનાવ્યા જ્યારે રવીન્દ્ર જાડેજાએ ૪૪ રનની ઇનિંગ રમી હતી.

સ્કોરબોર્ડ

ભારત ઇનિંગ્સ :

કેએલ રાહુલ

બો. એબોટ બો. હેન્રીક્વેસ

૫૧

એસ ધવન

બો. સ્ટાર્ક

૦૧

વિરાટ કોહલી

કો.એન્ડ બો. સ્વેપસન

૦૯

સેમસન

કો.સ્વેપસન બો. હેન્રીક્વેસ

૨૩

એમકે પાંડે

કો.હૈઝવુડ બો. ઝંપા

૦૨

હાર્દિક પંડ્યા

કો.સ્મીથ બો. હેન્રીક્વેસ

૧૬

રવિન્દ્ર જાડેજા

નોટઆઉટ

૪૪

વોશિંગ્ટન સુંદર

કો.એબોટ બો. સ્ટાર્ક

૦૭

ચહર

નોટઆઉટ

૦૦

વધારાના

 

૦૮

કુલ     (૨૦ ઓવરમાં ૭ વિકેટે) ૧૬૧

પતન  : ૧-૧૧, ૨-૪૮, ૩-૮૬, ૪-૯૦, ૫-૯૨, ૬-૧૧૪, ૭-૧૫૨.

બોલિંગ : સ્ટાર્ક : ૪-૦-૩૨-૨, હૈઝવુડ : ૪-૦-૩૯-૦, ઝંપા : ૪-૦-૨૦-૧, એબોટ : ૨-૦-૨૩-૦, સ્વેપસન : ૨-૦-૨૧-૧, હેન્રીક્વેસ :  ૪-૦-૨૨-૩.

ઓસ્ટ્રેલિયા ઇનિંગ્સ :

શોર્ટ

કો. પંડ્યા બો. નટરાજન

૩૪

ફિન્ચ

કો. પંડ્યા બો. ચહલ

૩૫

સ્મિથ

કો. સેમસન બો.ચહલ

૧૨

મેક્સવેલ

એલબીડબલ્યુ નટરાજન

૦૨

હેનરીક્ષ

એલબી ચહર

૩૦

વાડે

કો. કોહલી બો. ચહલ

૦૭

એબોટ

નોટઆઉટ

૧૨

સ્ટાર્ક

બો.નટરાજન

૦૧

સ્વેપસન

નોટઆઉટ

૧૨

વધારાના

 

૦૫

કુલ     (૨૦ ઓવરમાં ૭ વિકેટે) ૧૫૦

પતન  : ૧-૫૬, ૨-૭૨, ૩-૭૫, ૪-૧૧૩, ૫-૧૨૨, ૬-૧૨૬, ૭-૧૨૭.

બોલિંગ : ચહર : ૪-૦-૨૯-૧, વોશિંગ્ટન સુંદર : ૪-૦-૧૬-૦, શમી : ૪-૦-૪૬-૦, નટરાજન : ૪-૦-૩૦-૩, ચહલ : ૪-૦-૨૫-૩.

(7:34 pm IST)