Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

ઇંગ્લેન્ડ સામેની વન-ડે પહેલાં જ રબાડા બાદ ડુપ્લેસિસ પણ આઉટ : સાંજે ૪:૩૦ વાગ્યાથી પ્રથમ વન ડે

ઇંગ્લેન્ડ સામેની વન-ડે સિરીઝમાંથી સાઉથ આફ્રિકાના ફેફ ડુ ડુપ્લેસિસને આરામ કરવા માટે બહાર રાખવામાં આવ્યો છે. એ પહેલા કેગિસો રબાડા ઇજાગ્રસ્ત થયો હોવાને લીધે ટુર્નામેન્ટમાંથી આઉટ થયો છે. ડુપ્લેસિસ ઇંગ્લેન્ડ સામેની ત્રણેય ટી-૨૦ રમ્યો હતો. બન્ને દેશ વચ્ચે આજે સાંજે ૪:૩૦ વાગ્યાથી વન-ડે સિરીઝ શરૂ થશે.

(12:57 pm IST)