Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

આઈસીસી દ્વારા ટેસ્ટ રેકીંગ જાહેરઃ કોહલી નંબર વન બેટસમેન બન્યોઃ શમી બોલર ટોપટેનમાં

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (આઈસીસી)એ આજે ટેસ્ટ રેકીંગ જાહેર કર્યુ છે. જેમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલીયાના સ્ટીવ સ્મીથને પછાડી નંબર વનનું સ્થાન મેળવ્યું છે. ટોપ ટેન બેટ્સમેનોમાં ભારતના પુજારાએ ચોથુ સ્થાન જાળવી રાખ્યું છે. જયારે રહાણે એક ક્રમ નીચે છઠ્ઠા ક્રમે પહોંચ્યો છે. જયારે બોલીંગમાં બુમરાહ પાંચમા, અશ્વીન નવમાની સાથે શમીએ ૧૦મો ક્રમ મેળવી ટોપ ટેનમાં એન્ટ્રી કરી છે. ઓલર રાઉન્ડરમાં જાડેજા બીજા અને અશ્વીન પાંચમા સ્થાને યથાવત રહ્યા છે.

(4:19 pm IST)