Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

ઓસ્ટ્રેલિયાનો બોલીંગ - અટેક ઈન્ડિયા કરતા જબરદસ્ત : પોન્ટીંગનો ફાકો

એડીલેડ : ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન રીકી પોન્ટીંગનું કહેવુ છે કે ઈન્ડિયા કરતા ઓસ્ટ્રેલિયાનો બોલીંગ અટેક જોરદાર છે. ઈન્ડિયાની બોલીંગની હાલમાં વાહવાહી થઈ રહી છે, પરંતુ પોન્ટીંગનંુ માનવું થોડુ અલગ છે.

આ વિશે વધુ જણાવતા પોન્ટીંગે કહ્યું હતંુ કે અઠવાડીયાના કોઈ પણ દિવસે હું અમારી ટીમને પસંદ કરીશ. જશપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી છેલ્લા ઘણા વર્ષથી ખૂબ જ અદ્દભૂત દેખાવ કરી રહ્યા છે તેમ જ ઉમેશ યાદવ અને ઈશાંત શર્માની જોડી પણ હાલમાં સારૂ પર્ફોર્મ કરી રહી છે. તેમની પાસે સારા ફાસ્ટ બોલર્સ છે.

આ તમામની વચ્ચે રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાને મૂકતા તેમનો બોલીંગ અટેક વધુ સારો બની જાય છે. જો કે તેમના સ્પિનર્સને ઓસ્ટ્રેલિયામાં ખૂબ જ તકલીફ પડે છે. ઈન્ડિયન સ્પિનર કરતા નેથન લાયન પાસે સારો અનુભવ છે તેમજ મિચલ સ્ટાર્ક ખૂબ જ અદ્દભૂત છે. અમારા બોલર્સ દરેક કન્ડીશનમાં ઈન્ડિયન બોલર્સ કરતા સારો અટેક કરી શકે છે.

(3:51 pm IST)