Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

વિરાટ અને એ.બી.એ ફટકારેલા શોટ્સ નાસા ગોતી આપશે?

આરસીબીનું ટ્વીટ

આઈપીએલની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર દ્વારા હાલમાં જ નાસાને એક કામ સોંપવામાં આવ્યુ છે. ઈન્ડિયાના ચંદ્રયાન - ૨ વિક્રમ લેન્ડર નાસાએ હાલમાં જ શોધી કાઢ્યુ છે. યુએસ ઓર્બીટ કેમેરા દ્વારા શોધવામાં આવેલા આ લેન્ડર બાદ આરસીબીએ ટ્વીટ કર્યુ હતું. નાસા દ્વારા શોધવામાં આવેલા વિક્રમ લેન્ડર બાદ શું તેઓ વિરાટ કોહલી અને એ.બી.ડિવિલિયર્સ દ્વારા મારવામાં આવેલા બોલને શોધી આપશે?

(3:50 pm IST)