Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

ઈન્ડિયાએ દરેક સિરીઝમાં ડે-નાઈટ ટેસ્ટ મેચ રમવી જોઈએ : સૌરવ ગાંગુલી

કલકત્તા : ભારતીય ક્રિકેટ બોડૃના પ્રેસીડેન્ટ સૌરવ ગાંગુલી ઈચ્છે છે કે ઈન્ડિયાની ટીમ દરેક સીરીઝમાં ડે-નાઈટ ટેસ્ટ મેચ રમે. ગાંગુલીના કહ્યા બાદ વિરાટ કોહલીએ ડે-નાઈટ ટેસ્ટ રમવાની તૈયારી દેખાડી હતી. ઈન્ડિયન ટીમે પહેલી વાર ઈડન ગાર્ડન્સમાં બાંગ્લાદેશ સામે ડે-નાઈટ મેચ રમી હતી. આ વિશે ગાંગુલીએ કહ્યું હતું કે આ માટે હું ખૂબ જ ચોક્કસ છું. મારી ઈચ્છા છે કે બધી નહિં, પરંતુ દરેક સિરીઝમાં એક ટેસ્ટ મેચ ઈન્ડિયાએ ડે-નાઈટ રમવી જોઈએ. આ એક સારી શરૂઆત છે.

(12:58 pm IST)