Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

ન્યુઝીલેન્ડે જીત્યો સ્પિરિટ ઓફ ક્રિકેટ એવોર્ડ

લોર્ડસમાં ૨૦૧૯ વનડે વર્લ્ડ કપ ફાઈનલમાં ઇંગ્લેન્ડ સામે ખેલ ભાવના દેખાડવા બદલ પુરસ્કાર

મુંબઈ : ન્યુઝીલેન્ડને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલ તરફથી સ્પિરિટ ઓફ ક્રિકેટ એવોર્ડ આપવામાં આવ્યો છે. ન્યુઝીલેન્ડને જુલાઈમાં લોર્ડસમાં ૨૦૧૯ વનડે વર્લ્ડ કપ ફાઈનલમાં ઇંગ્લેન્ડ સામે ખેલ ભાવના દેખાડવા માટે આ પુરસ્કાર આપવામાં આવ્યો છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમત ભાવના દેખાડનારી ટીમને બીબીસીના બ્રોડકાસ્ટર ક્રિસ્ટોફર માર્ટિન જેનકિંસના નામ પર સ્થાપિત આ પુરસ્કાર આપવામાં આવે છે. મેરિલબોન ક્રિકેટ ક્લબ દ્વારા 2013 માં સ્થાપિત આ ટ્રોફીને ઇંગ્લેન્ડ સામેની હેમિલ્ટન ટેસ્ટ બાદ ન્યૂઝીલેન્ડની ટીમને એનાયત કરવામાં આવી હતી.

વિરોધી ટીમ, પોતાના કેપ્ટન, અમ્પાયર્સના પ્રતિ રમત ભાવના દેખાડવા અને રમતના મુલ્યોના પાલન માટે અ ટ્રોફી ટીમ/ખેલાડીને એનાયત કરવામાં આવે છે. લોર્ડસ પર રમાયેલ વર્લ્ડ કપ ફાઈનલમાં ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડનો સ્કોર ટાઈ થયો હતો. ત્યાર બાદ સુપર ઓવરમાં પણ સ્કોર મેચ ટાઈ રહી હતી. ત્યાર બાદ સુપર ઓવરમાં પણ સ્કોર ટાઈ રહ્યો હતો, ત્યાર બાદ બાઉન્ડ્રી કાઉન્ટ નિયમના આધારે પર ઇંગ્લેન્ડને વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું. ખુબ જ રોમાંચક ફાઈનલમાં મેદાની અમ્પાયરે પણ ભૂલ કરી હતી જ્યારે તેમને ઇંગ્લેન્ડને ઓવર થ્રો દરમિયાન એક રન વધુ આપ્યો હતો. તેમ છતાં કેન વિલિયમ્સનની ટીમે તેનો વિરોધ કર્યો નહોતો અને સંપૂર્ણ રમત ભાવના દેખાડતા હાર સ્વીકારી હતી.

એમસીસીસના પ્રેસિડેન્ટ કુમાર સંગાકારાએ જણાવ્યું છે કે, 'ન્યુઝીલેન્ડ ટીમ આ પુરસ્કારની વાસ્તવિક હકદાર છે. આ ખુબ જ ઉતાર-ચઢાવથી ભરેલ તણાવપૂર્ણ ફાઈનલ દરમિયાન પણ તેમને સાચી રમત ભાવનાનું પ્રદર્શન કર્યું હતું. આ મેચને ચાહકો વર્ષો સુધી યાદ રાખશે અને તેની સાથે ન્યુઝીલેન્ડની રમત ભાવનાને પણ સંપૂર્ણ સમ્માન સાથે યાદ કરવામાં આવતી રહેશે. તેમને સમ્માનિત કરવા ઉતરી હતી.

(11:54 am IST)