Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

કોચ મામલે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ થઇ વિભાજીત : પોવારને યથાવત રાખો :BCCI સમક્ષ કેપ્ટ્નની માંગ

કોચ રમેશ પોવારના કાર્યકાળની સમાપ્તિ બાદ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ વિભાજીત થતી દેખાઇ રહી છે. ભારતીય ટી20 ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર અને વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાનાએ રમેશ પવારને ફરી વખત ટીમના કોચ બનાવવાની વિનંતી કરી છે. બંનેએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ને ઈ-મેઇલ દ્વારા પોવારને કોચ પર યથાવત રહેવાની અપીલ કરી છે
બીસીસીઆઈ દ્વારા નવા મુખ્ય કોચ માટે જાહેરાત જાહેર થયાના થોડા દિવસ બાદ મંધાના અને હરમનપ્રીતે આ અપીલ કરી છે. મંધાના અને હરમનપ્રીતે બોર્ડને ઈ-મેલ દ્વારા કહ્યું છે કે તેઓ કોચ પોવારને તેના પદ પર ફરીથી જોવા માંગે છે.

(10:47 pm IST)