Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

ખેલે ઇન્ડિયા :મેડલ વિજેતાઓએ ટ્રેનના ટોઇલેટ પાસે બેસી અને અધિકારીઓને પ્લેનમાં પ્રવાસ !

ફૈઝાબાદથી મુંબઈ સુધીની સફરમાં 30-35 કલાકનો લાગ્યો સમય :ખેલાડીઓને ઘણી પરેશાનીઓ ભોગવવી પડી

મહારાષ્ટ્રના રેસલરોને ટ્રેનની બોગીના ટોઇલેટ પાસે બેસીને પ્રવાસ કરવાની ઘટના સામે આવી છે. મહારાષ્ટ્રના રેસલર યૂપીના ગોંડાના નંદિનીનગરમાં યોજાયેલી નેશનલ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા આવ્યા હતા. ચેમ્પિયનશિપ પુરી થયા પછી જ્યારે આ પહેલવાન પોતાના ઘરે પરત ફર્યો તો તેમણે ટ્રેનની બોગીના ટોઇલેટ પાસે બેસીને પ્રવાસ કરવો પડ્યો હતો. અહીંથી ખેલાડી 1 ગોલ્ડ સહિત 5 મેડલ જીત્યા હતા.

   ખેલાડીઓની રિટર્ન ટિકિટ સાકેત એક્સપ્રેસમાં હતી. જ્યારે બધા ટ્રેન પકડવા માટે ફૈઝાબાદ સ્ટેશન પહોંચ્યા તો તેમને ખબર પડી કે તેમની ટિકિટ કન્ફોર્મ થઈ ન હતી. ખેલાડીઓએ ટીસીને બધી વિગત જણાવી હતી અને તેમની પાસે મદદ માંગી હતી. જોકે ટીસીએ તેમની કોઈ મદદ કરી ન હતી.

  આખરે ખેલાડીઓને જનરલ ડબ્બામાં ટોઇલેટ પાસે બેસીને પ્રવાસ કરવા મજબૂર બન્યા હતા. ખેલાડીઓના આ દળમાં મહિલા રેસલર્સ પણ હતી ફૈઝાબાદથી મુંબઈ સુધીની આ સફરમાં 30-35 કલાકનો સમય લાગ્યો હતો અને યાત્રા દરમિયાન ખેલાડીઓને ઘણી પરેશાનીઓ પડી હતી. બીજી તરફ સ્ટેટ રેસલિંગ ફેડરેશનના અધિકારી પ્લેન અને એસી ટ્રેનમાં બેસી આરામથી પોતાના ઘરે ગયા હતા

(8:36 pm IST)