Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

કોહલી સેનાએ પર ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ બનાવી રણનીતિ

નવી દિલ્હી:ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ટ્રેવિસ હડે કહ્યું કે, ટેસ્ટ સિરીઝમાં યજમાન ટીમના ત્રણ ઝડપી બોલરો અને ભારતીય કેપ્ટન વિરાટ કોહલી વચ્ચેની ટક્કર રોચક બની રહેશે. હેડે છ ડિસેમ્બરથી શરૂ થઈ રહેલી ચાર ટેસ્ટ મેચની સિરીઝ અંગે કહ્યું કે, ભારતીય કેપ્ટન પણ માણસ છે અને તેના પર દબાણ વધારવું મુશ્કેલ નથી. તેવામાં વિરાટ પર દબાણ બનાવવા માટે ઓસ્ટ્રેલિયા પાસે ત્રણ બોલરો પ્લાન એ, બી અને સી પર કામ કરતા જોવા મળી શકે છે.  હેડે કહ્યું કે, જોશ હેઝલવૂડ, મિચેલ સ્ટાર્ક અને પેટ કમિન્સ ભારતીય ટીમ અને કેપ્ટન વિરાટ કોહલી માટે મોટો ખતરો સાબિત થશે. તેણે કહ્યું કે, મને ખુશી છે કે, વિરાટ સામે મારે બોલિંગ કરવાની નથી. જોકે, મને આશા છે કે, અમારા ઝડપી બોલરો વિરાટ એન્ડ કંપની સામે સફળ થશે.આમ પણ વિશ્વમાં આપણે તમામ માણસ છીએ અને માણસો પર દબાણ વધારી શકાય છે. અમે જાણીએ છી એક સારો ખેલાડી છે પરંતુ તે પણ માણસ છે. હેડે કહ્યું કે, જો તેને પ્રથમ ટેસ્ટ મેચની પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળે તો તેનો પ્રયાસ ઘરેલુ ગ્રાઉન્ડ પર સારો દેખાવ કરી પરિસ્થિતિનો પૂરતો ફાયદો ઉઠાવવા પર રહેશે.

(5:09 pm IST)