Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

મારે કોઈને પણ કઈ સાબિત કરવાની જરૂર નથી: વિરાટ કોહલી

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સાથે આગામી છ ડિસેમ્બરથી શરૂ થઈ રહેલી ટેસ્ટ સિરીઝમાં સ્લેજિંગ ન કરવાનો નિર્ણય કર્યો છે. તેણે કહ્યું કે, ગત સિરીઝની તુલનામાં ઘણો પરિપક્વ થઈ ગયો છું. હું કોઈ પણ ઓસ્ટ્રેલિયન ખેલાડી સાથે ટકરાવની જરૂરિયાત સમજી રહ્યો નથી.કોહલીએ કહ્યું કે, હું મારે કોઈને કઈ સાબિત કરવાની જરૂરત નથી. કારકિર્દીની શરૂઆતમાં સ્લેજિંગ અથવા વિરોધીઓને ઉશ્કેરવા અંગે વધુ વિચારતો હતો પરંતુ હવે મારું ધ્યાન ટીમને જીત અપાવવા પર છે. આથી હવે આ બાબતોને મહત્ત્વપૂર્ણ માનતો નથી. કોહલી પોતાના આક્રમક વલણ માટે પણ જાણીતો છે. ઓસ્ટ્રેલિયા સામે છેલ્લી બે સિરીઝમાં તેનું વલણ પણ સામે આવ્યું હતું. ૨૦૧૪-૧૫માં ઓસ્ટ્રેલિયાની ધરતી પર અને ૨૦૧૭માં ભારતની ધરતી પર રમાયેલી ટેસ્ટમાં કોહલી ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ સાથે ટકરાઈ ગયો હતો.કોહલીએ વધુમાં કહ્યું કે, તમે આ પહેલાં બનેલી ઘટનાને મેદાન પર ફરી નહીં જોઈ શકો. જે રીતે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓનું વલણ છે તેનાથી મને લાગે છે કે તેઓ આક્રમક રહેશે. તેઓ હંમેશાં આ રીતે રમે છે. મને નથી લાગતું કે, તેઓ અન્ય કોઈ રીતે રમવાનું પસંદ કરશે. કોહલીએ છેલ્લે ૨૦૧૪-૧૫માં ઓસ્ટ્રેલિયન પ્રવાસ દરમિયાન સ્લેજિંગ કર્યું હતું પરંતુ ભારતીય કેપ્ટનનું માનવું છે તેણે પોતાના અનુભવથી ઘણું શીખ્યું છે.

 

(5:08 pm IST)