Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

ઓસ્ટ્રેલીયન ક્રિકેટર ખ્વાજાના ભાઈની ધરપકડઃ આતંકી પ્રવૃત્તિમાં સામેલ હોવાની શંકા

શ્રીલંકાઈ નાગરીકને તત્કાલીન વડાપ્રધાનને મારવાના ષડયંત્રમાં યોજના બધ્ધ રીતે ફસાવવા અંગે

સીડનીઃ ઓસ્ટ્રેલીયન ક્રિકેટર ઉસ્માન ખ્વાજાના ભાઈની ધરપકડ કરવામાં આવી છે. ખ્વાજાના ભાઈ અર્સલાન ખ્વાજા ઉપર આતંકવાદી ''હીટ યાદી''ના લેખકના રૂપમાં કથીત રીતે એક વ્યકિતને તૈયાર કરવાનો આરોપ છે. ૩૯ વર્ષીય અર્સલાને પોતાના યુનિર્વસીટીના પૂર્વ સાથી મોહમ્મદ કામેર નિઝામદીન અંગે પોલીસનેએ વિશ્વાસ અપાવેલ કે તત્કાલીન વડાપ્રધાન ટર્નબુલને મારવાના ષડયંત્રમાં નિઝામદીન પણ હિસ્સો હતો.

નિઝામદીનની ઓગસ્ટમાં ધરપકડ કરવામાં આવેલ. તેની નોટબુકમાંથી કહેવાતી 'હિટ યાદી' મળેલ. થોડા અઠવાડીયા બાદ પોલીસને ખબર પડેલ કે આ લખાણમાં તેના અક્ષર ન હોવાથી છોડી મુકવામાં આવેલ. ન્યુ સાઉથ વેલ્સના સહાયક કમીશ્નર મિક વિલીંગે પત્રકારોને માહિતી આપતા જણાવેલ કે, અમારો આરોપ છે કે નિઝામદીનને યોજાનાબધ્ધ અને ગણતરી પૂર્વક ફસાવવામાં આવેલ. તેને વ્યકિતગત દુશ્મનાવટથી ઉત્સાહીત કરી આમાં સામેલ કરાયેલ. સાથો- સાથ તેમણે જણાવેલ કે ફરીયાદ એક મહિલા ઉપર રહી છે અને પ્રક્રિયાના ભાગની કાર્યવાહીની તપાસ થઈ રહી છે. ઓસ્ટ્રેલીયન પોલીસે શ્રીલંકાઈ નાગરીક નીઝામદીનની ધરપકડ ઉપર ખેદ વ્યકત કરેલ.

અર્સલન ખ્વાજાની સિડનીના પરા વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે અને તેના પર ખોટા દસ્તાવેજ બનાવી ન્યાયને વિકૃત કરવાના પ્રયાસના આરોપ મુકાયા છે. જેમાં ઉચ્ચ પ્રોફાઈલ લક્ષ્યોને સુચી બધ્ધ કરાયેલ.(૩૦.૫)

 

(11:49 am IST)