Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

અંડર-19 ક્રિકેટ ટીમની કમાન પૃથ્વીના સીરે

નવી દિલ્હી:મુંબઈના સ્ટાર બેટ્સમેન પુર્થ્વી શોને આગામી વર્ષે થનારા અન્ડર-૧૯ વર્લ્ડ કપ માટે પસંદ કરવામાં આવેલી ૧૬ સભ્યની ભારતીય ટીમની આગેવાની માટે પસંદ કરવામાં આવ્યા છે.

બીસીસીઆઈના કાર્યકતા સચિવ અમિતાભ ચૌધરીએ જણાવ્યું છે કે, ‘જુનીયર ટીમના પસંદગીકર્તાઓ આઈસીસી અન્ડર-૧૯ ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૧૮ માટે ટીમની પસંદગી કરી છે. ૧૬ દેશની વચ્ચે રમાવનારી ટુર્નામેન્ટ ૧૩ જાન્યુઆરીથી ત્રણ ફ્રેબુઆરી ૨૦૧૮ સુધી ન્યુઝીલેન્ડમાં રમાશે.” ગયા વર્ષની ઉપવિજેતા ભારતીય ટીમે ટાઈટલને ૨૦૦૦, ૨૦૦૮ અને ૨૦૧૨ માં જીત્યું છે. ગયા વર્ષે બાંગ્લાદેશમાં રમાયેલ વર્લ્ડ કપની ફાઈનલમાં ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડીઝ સામે હારી ગઈ હતી.ભારતના સિવાય ઓસ્ટ્રેલિયા (૧૯૮૮, ૨૦૦૨ & ૨૦૧૦) પણ ટાઈટલને ત્રણ વખત પોતાના નામે કર્યું છે.ટુર્નામેન્ટની તૈયારીઓ માટે બેંગ્લોરમાં અભ્યાસ શિબિર લગાવવામાં આવી છે. ચૌધરીએ જણાવ્યું છે કે, ‘વર્લ્ડ કપની તૈયારીઓ માટે આઠથી ૨૨ ડિસેમ્બર સુધી બેંગ્લોરમાં અભ્યાસ શિબિરનું આયોજન કરવામાં આવશે.” તેમને જણાવ્યું છે કે, ‘પુર્થ્વી શોના સિવાય બંગાળના પોરેલને તેમની ટીમથી રણજી મેચ રમવાની મંજુરી આપવામાં આવી છે અને તે ૧૨ ડિસેમ્બરથી શિબિરમાં જોડાશે.

ભારત અન્ડર-૧૯ ટીમ : પુર્થ્વી શો (કેપ્ટન), શુભમ ગિલ (વાઈસ-કેપ્ટન), મંજોત કાલરા, હિમાંશુ રાણા, અભિષેક શર્મા, ઋયાન પરાગ, આર્યણ જુયાલ (વિકેટકીપર), હાર્વિક દેસાઈ (વિકેટકીપર), શિવમ માવી, કમલેશ નાગરકોટિ, ઇશાન પોરેલ, અર્શદીપ સિંહ, અનુકુળ રોય, શિવા સિંહ, પંકજ યાદવ.  સ્ટેન્ડબાઈ ખેલાડી : ઓમ ભોસલે, રાહુલ ચહર, નિનાદ રાથવા, ઉર્વિલ પટેલ અને આદિત્ય ઠાકરે.

 

(7:07 pm IST)