Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

વિરાટ કોહલી વિશે આ શું કહ્યું સૌરવ ગાંગુલીએ

નવી દિલ્હી:સૌરવ ગાંગુલી માત્ર આક્રમક સુકાની નહીં પણ તેના મજાકીયા સ્વભાવ માટે પણ જાણીતો છે.તાજેતરમાં એક કાર્યક્રમ દરમિયાન સૌરવ ગાંગુલીને પૂછવામાં આવ્યું કે, 'વિરાટ કોહલી ક્યારેય સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી શકશે કે કેમ ?'તેના  પ્રતિઉત્તરમાં ગાંગુલીએ જણાવ્યું હતું કે, '૧૫ વર્ષ અગાઉ નટવેસ્ટ ટ્રોફીમાં ચેમ્પિયન બન્યા બાદ મેં લોર્ડ્ઝમાં ટી શર્ટ કાઢીને ઉજવણી કરી હતી. ભારત ૨૦૧૯નો વર્લ્ડકપ જીતશે તો વિરાટ કોહલી ઓક્સફર્ડમાં શર્ટ વિના ફરશે.

રહી વાત વિરાટ કોહલી અને સચિન તેંડુલકરની તો તેમની વચ્ચે સરખામણી કરવા યોગ્ય નથી. બંને અલગ ક્લાસના બેટ્સમેનન છે. કોહલી માટે તેંડુલકરના રેકોર્ડ સુધી પહોંચવું મુશ્કેલ નથી. પરંતુ તેના માટે મુકામ હજુ પણ દૂર છે. '

 

(7:06 pm IST)