Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

સ્નિફર ડોગ ધોની હવે જોવા નહીં મેદાન પર: 13 ડિસેમ્બરે ક્રિકેટને કહેશે અલવિદા

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમ માટે મોહાલી પોલીસ સાથે કામ કરનાર સ્નિફર ડોગ ધોની હવે મેદાન પર જોવા નહીં મળી. શ્રીલંકા સામે 13 ડિસેમ્બરે રમનાર બીજી વનડે મેચમાં ધોની પોતાની અંતિમ ડ્યુટી કરશે.આ અવસર પર પોલીસ ધોની અને અન્ય બીજા બે ડોગ જોન અને પ્રીતિ માટે ઔપચારિક રીતે વિદાય સમારોહ રાખશે.

સ્ક્વૉયર અમરિક સિંહે કહ્યું કે ધોની છેલ્લા 10 વર્ષથી પોલીસ સાથે જોડાયેલ છે. 10 ફેબ્રુઆરી 2007માં તેની ભરતી જિલ્લા પોલીસમાં થઈ હતી. અન્ય ડોગ કરતા ધોની વધુ એક્ટિવ છે. તે હમેશા હાઈ પ્રોફાઈલ કેસમાં સિક્યુરીટીમાં પોલીસની મદદ કરે છે.

ધોની દિવસમાં 6 કલાક આરામ કરે છે અને તેને ખોરાકમાં 3 લીટર દૂધ અને 20થી30 ઈંડા આપવામાં આવે છે તેને રોટલી તો બિલકુલ પસંદ નથી.

 

(7:06 pm IST)