Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

બીજી ટેસ્ટ : ઓસ્ટ્રેલિયાના ચાર વિકેટે માત્ર ૫૩ જ રન

ઓસ્ટ્રેલિયાની લીડ વધીને ૨૬૮ રનની થઇ ગઈ : ઇંગ્લેન્ડ તેના પ્રથમ દાવમાં માત્ર ૨૨૭માં જ ઓલઆઉટ

એડિલેડ,તા. ૪ : એડિલેડ ઓવલ ખાતે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે આજે ઓસ્ટ્રેલિયાએ તેના બીજા દાવમાં રમત બંધ રહી ત્યારે ચાર વિકેટે ૫૩ નર કર્યા હતા. ઓસ્ટ્રેલિયા હવે ઇંગ્લેન્ડ ઉપર ૨૬૮રનની લીડ ધરાવે છે અને છ વિકેટ હાથમાં છે. આ ડેનાઇટ ટેસ્ટ મેચના આજે ત્રીજા દિવસે ઇંગ્લેન્ડની ટીમ ૨૨૭ રન કરીને ઓલાઉટ થઇ હતી. ઓસ્ટ્રેલિયાએ તેના પ્રથમ દાવમાં આઠ વિકેટે ૪૪૨ રન કર્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી કોઇ બેટ્સમેન મેદાન પર ટકી શક્યા ન હતા. ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટાર્કે ત્રણ વિકેટ ઝડપી હતી. ગઇકાલે બીજા દિવસે ઓસ્ટ્રેલિયાએ પોતાના પ્રથમ દાવમાં આઠ વિકેટે ૪૪૨ રન કરી દાવ ડિકલેર કર્યો હતો. શોન માર્શે અણનમ ૧૨૬ રન કર્યા હતા જેમાં ૧૫ ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. દિવસ દરમિયાન શોન માર્શે બેટિંગ કરી હતી.

આ ઉપરાંત પેનીએ ૫૭ રન કર્યા હતા. કમિન્સે ઝડપથી ૪૪ રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી ઓવરટને સૌથી વધુ ત્રણ વિકેટો ઝડપી હતી. ગઇકાલે રમત બંધ રહી ત્યારે ઓસ્ટ્રેલિયાના આઠ વિકેટે ૪૪૨ રન દાવ ડિકલેરના જવાબમાં ઇંગ્લેન્ડે એક વિકેટ ગુમાવીને ૨૯ રન કર્યા હતા. કૂક ૧૧ રન સાથે રમતમાં હતો. આ બંને બેટ્સમેનોએ આજે પોતાની ઇનિંગ્સને આગળ વધારી હતી પરંતુ ઇંગ્લેન્ડના કોઇપણ બેટ્સમેન મેદાન પર ટકી શક્યા ન હતા. બ્રિસ્બેનના ગાબા મેદાન ખાતે રમાઈ રહેલી એસીઝ શ્રેણીની પ્રથમ ટેસ્ટ ઓસ્ટ્રેલિયાએ ધારણા પ્રમાણે  ૧૦ વિકેટે જીતી લીધી હતી. આની સાથે જ એસીઝ શ્રેણીમાં ઇંગ્લેન્ડ ઉપર ૧-૦ની લીડ મેળવી લીધી હતી. જીતવા માટેના ૧૭૦ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાએ કોઇપણ વિકેટ ગુમાવ્યા વિના આ રન બનાવી લીધા હતા. મેન ઓફ દ મેચ તરીકે સ્મિથની પસંદગી કરવામાં આવી હતી.ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્મિથે શાનદાર સદી ફટકારી હતી અને ટેસ્ટ કેરિયરની ૨૦મી સદી પુરી કરી હતી.

ઓસ્ટ્રેલિયા  પ્રથમ દાવ : ૪૪૨-૮ (ડિક)

ઇંગ્લેન્ડ પ્રથમ દાવ :

કુક

કો. સ્મિથ બો. લિયોન

૩૭

સ્ટોનેમન

એલબી બો. સ્ટાર્ક

૧૮

વિન્સ

કો. પેની બો. હેઝલવુડ

૦૨

રુટ

કો. બેનક્રોફ્ટ બો. કમિન્સ

૦૯

માલન

કો. પેની બો. કમિન્સ

૧૯

અલી

કો. એન્ડ બો. લિયોન

૨૫

બેરશો

કો. એન્ડ બો. સ્ટાર્ક

૨૧

વોક્સ

કો. એન્ડ બો. સ્ટાર્ક

૩૬

ઓવરટન

અણનમ

૪૧

બ્રોડ

કો. પેની બો. લિયોન

૩૭

એન્ડરસન

એલબી બો. લિયોન

૦૦

વધારાના

 

૧૬

કુલ

(૯.૧ ઓવરમાં ૧ વિકેટે)

૨૯

પતન  : ૧-૨૯, ૨-૩૧, ૩-૫૦, ૪-૮૦, ૫-૧૦૨, ૬-૧૩૨, ૭-૧૪૨, ૮-૨૦૮, ૯-૨૨૭, ૧૦-૨૨૭

બોલિંગ : સ્ટાર્ક : ૨૦-૪-૪૯-૩, હેઝલવુડ : ૧૬-૩-૫૬-૧, કમિન્સ : ૧૬-૩-૪૭-૨, લિયોન : ૨૪.૧-૫-૬૦-૪

ઓસ્ટ્રેલિયા બીજો દાવ :

બેનક્રોફ્ટ

કો. બેરશો બો. એન્ડરસન

૦૪

વોર્નર

કો. રુટ બો. વોક્સ

૧૪

ખ્વાજા

એલબી બો. એન્ડરસન

૨૦

સ્મીથ

એલબી બો. વોક્સ

૦૬

હેન્ડસકોમ્બ

અણનમ

૦૩

લિયોન

અણનમ

૦૩

વધારાના

 

૦૩

કુલ

(૨૬ ઓવરમાં ૪ વિકેટે)

૫૩

પતન  : ૧-૫, ૨-૩૯, ૩-૪૧, ૪-૫૦

બોલિંગ : એન્ડરસન : ૧૧-૭-૧૬-૨, બ્રોડ : ૭-૨-૧૪-૦, ઓવરટન  : ૧-૦-૮-૦, વોક્સ : ૭-૦-૧૩-૨

 

 

(8:10 pm IST)