Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

બાંગ્લાદેશ વિરૂદ્ધની મેચમાં ૬ બોલની ઇનિંગમાં રોહિત શર્માએ એમએસ ધોની અને વિરાટ કોહલીને પાછળ રાખી દીધા

નવી દિલ્હીઃ ભારતીય ઓપનર રોહિત શર્મા બાંગ્લાદેશ વિરુદ્ધ સિરીઝની પ્રથમ ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં કંઇ ખાસ ન કરી શક્યો અને પ્રથમ ઓવરમાં 9 રન બનાવી આઉટ થયો હતો. રોહિતે પરંતુ પોતાની 6 બોલની ઈનિંગમાં પૂર્વ કેપ્ટન એમએસ ધોની અને નિયમિત કેપ્ટન વિરાટ કોહલીને અલગ-અલગ મામલામાં પછાડ્યા હતા.

ધોનીને છોડ્યો પાછળ

રોહિતે દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં મેદાન પર ઉતરતા એમએસ ધોનીને સૌથી વધુ ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમવાના મામલામાં પાછળ છોડી દીધો હતો. હવે રોહિતના નામે ભારત તરફથી સૌથી વધુ આંતરરાષ્ટ્રીય ટી20 મેચ રમવાનો રેકોર્ડ નોંધાઈ ગયો છે.

રોહિત ટી20 સિરીઝમાં કેપ્ટન

આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાની આગેવાની કરી રહેલ રોહિત પોતાના કરિયરની 99મી આંતરરાષ્ટ્રીય ટી20 મેચ રમવા ઉતર્યો હતો. એમએસ ધોનીએ ભારત માટે 98 ટી20 મેચ રમી છે અને હવે તે ટીમ ઈન્ડિયા માટે આ ફોર્મેટમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમવાના મામલામાં બીજા નંબર પર આવી ગયો છે.

મલિક અને આફ્રિદી છે આગળ

વર્ષ 2007મા વર્લ્ડ ટી20મા ઈંગ્લેન્ડ વિરુદ્ધ મેચથી આંતરરાષ્ટ્રીય ટી20મા પર્દાપણ કરનાર રોહિત સૌથી વધુ ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમવાના મામલામાં ઓવરઓલ ત્રીજા નંબર પર છે. તેનાથી આગળ પાકિસ્તાનના શોએબ મલિક (111) અને શાહિદ આફ્રિદી (99) છે.

વિરાટનો રેકોર્ડ તોડ્યો

9 બોલ પર 9 રનની ઈનિંગ રમનાર રોહિતે આ દરમિયાન વિરાટ કોહલીનો રેકોર્ડ પણ તોડ્યો હતો. તેણે ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં સૌથી વધુ રન બનાવવાના મામલામાં વિરાટને પછાડ્યો છે. વિરાટના નામે 72 ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 2450 રન નોંધાયેલા છે, જ્યારે રોહિતના હવે 99 મેચોમાં 2452 રન થઈ ગયા છે. વિરાટે અત્યાર સુધી 22 અડધી સદી ફટકારી છે. તો રોહિતે અત્યાર સુધી 4 સદી અને 17 અડધી સદી ફટકારી છે.

(5:14 pm IST)