Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

હાર્દિકને રાંચી બોલાવવાનું સાક્ષીનું અનોખુ આમંત્રણ

રાંચી : ઈન્ડિયન ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર પ્લેયર હાર્દિક પંડ્યાએ થોડા દિવસ પહેલા એક ફોટો સોશ્યલ મીડિયામાં શેર કર્યો હતો. જેમાં તેની સાથે મહેન્દ્રસિંહ ધોની અને તેની નન્હી પરી ઝીવા છે. આ ફોટો શેર કરી પંડ્યાએ લખ્યુ હતું કે નાનકીની ખૂબ યાદ આવે છે (અને મોટાભાઈની પણ યાદ આવે છે).

હાર્દિકની આ ટ્વીટર પર અનેક ચાહકો ફીદા થયા હતા, પણ ધોનીની પત્નિ સાક્ષીએ પોતાના અનોખા અંદાજમાં પંડ્યાને જવાબ આપતા લખ્યુ હતું કે હાર્દિક પંડ્યા તુ જાણે છે કે રાંચીમાં તારૂ પણ એક ઘર છે, બરાબરને?

વાસ્તવમાં ઝીવાને યાદ કરી રહેલા હાર્દિક અને ધોની વચ્ચે સારી બોન્ડીંગ હોવાથી સાક્ષીએ તેને આ રીતે ઘેર આવવાનુ આમંત્રણ આપ્યુ હતુ એમ પણ કહી શકાય.

(3:35 pm IST)