Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

નાના બનેલા બોયકોટની ઈચ્છા પૌત્રને સુનિલ ગાવસ્કર જેવો બનાવવાની

ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ પ્લેયર સર જયોફી બોયકોટ થોડા સમય પહેલા નાના બન્યા છે અને પોતાના પૌત્ર સાથે સારો એવો સમય પસાર કરી આનંદ માણે છે. ગયા મહિને બોયકોટની પુત્રી ઈમાએ એક પુત્રને જન્મ આપ્યો હતો જેનું નામ જોશુઆ રાખવામાં આવ્યુ છે.

નાના બન્યા બાદ જયારે બોયકોટને પૂછવામાં આવ્યુ કે તેઓ પોતાના પૌત્રને શું બનાવવા માગે છે ત્યારે તેમણે કહ્યુ હતું કે ૭૯ વર્ષે નાના બનવાથી હું ઘણો ખુશ છું. હું મારા પૌત્રને સુનિલ ગાવસ્કર જેવો મહાન બેટ્સમેન બનાવવા માગુ છું. તે મોટો થશે એટલે હું તેને સુનિલ પાસે લઈ જઈશ અને તેની પાસે કોચીંગ કરાવીશ. સુનિલ મારો સારો મિત્ર છે અને મને આશા છે કે તે મારા માટે આ કામ કરશે. મને મારા પરિવારમાં પણ એક ગાવસ્કર જોઈએ છે.

 

(1:05 pm IST)