Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

ભારતીય ક્રિકેટ ટીમનો આ દિગ્ગ્જ સ્પિનર લઇ શકે છે ક્રિકેટમાંથી સન્યાસ

નવી દિલ્હી:ભારતીય ક્રિકેટના દિગ્ગજ સ્પિનર હરભજન સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટથી સંન્યાસની ઘોષણા કરી શકે છે. છેલ્લા ત્રણ વર્ષોથી વધારે સમયથી હરભજન ટીમ ઈન્ડિયાથી બહાર ચાલી રહ્યો છે. હાલમાં જ હરભજનના સાથી યુવરાજ સિંહે ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ભજ્જી પણ ટૂંક સમયમાં જ સંન્યાસનું એલાન કરી શકે છે. ભારતીય ક્રિકેટના ધૂરંધર સ્પિનર હરભજન સિંહ ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવવામાં નિષ્ફળ નીવડ્યો છે. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ચેન્નાઈ સુપરકિંગ્સ તરફથી રમતાં હરભજન આ દિવસોમાં ઘરેલું ક્રિકેટ પણ નથી રમી રહ્યો. તેવામાં તેના ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસની ખબરો સામે આવી છે. ચર્ચા છે કે, હરભજનને ઈંગ્લેન્ડમાં પહેલીવાર શરૂ થયેલી 100 બોલ ક્રિકેટમાં સામેલ કરવામાં આવ્યો છે. એવી ખબર છે કે, હરભજનને ઈંગ્લેન્ડમાં શરૂ થનાર 100 બોલ ક્રિકેટના ડ્રાફ્ટમાં સામેલ કરવામાં આવ્યો છે. હરભજને છેલ્લી વાર માર્ચ 2016માં ભારત તરફથી ટી20 મુકાબલો રમ્યો હતો. અને તે બાદ ટીમમાં જગ્યા બનાવવામાં હરભજન નિષ્ફળ નીવડ્યો છે.

(5:45 pm IST)