Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

ભારત-દક્ષિણ આફ્રિકા ક્રિકેટ મેચમાં ડીન એલ્ગરે કાફની સિદ્ધિઃ ૨૦૧૦ પછી ભારતમાં સદી ફટકારનાર બેટ્સમેન બન્યો

વિશાખાપટ્ટનમઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે વિશાખાપટ્ટનમમાં રમાઇ રહેલી ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચના ત્રીજા દિવસે મહેમાન ટીમે ટી બ્રેક સુધી 5 વિકેટ ગુમાવીને 292 રન બનાવી લીધા છે. આફ્રિકાની ટીમ હજુ ભારતના પ્રથમ ઈનિંગના સ્કોરથી 210 રન પાછળ છે.

આ પહેલા આફ્રિકાએ પ્રથમ ઈનિંગના ત્રીજા દિવસે 39/3થી આગળ રમવાનું શરૂ કર્યું હતું. દિવસની શરૂઆતમાં ઇશાંતે આફ્રિકાને ચોથો ઝટકો આપ્યો હતો. ત્યારબાદ ઓપનિંગ બેટ્સમેન ડીન એલ્ગરે ફાફની સાથે મળીને ઈનિંગ સંભાળી અને ટીમનો સ્કોર 150ને પાર પહોંચાડ્યો હતો.

ફાફ આઉટ થયા બાદ એલ્ગર અને ડીકોકે મોરચો સંભાળ્યો હતો. આ દરમિયાન એલ્ગરે 60મી ઓવરમાં ટેસ્ટમાં પોતાની 12મી સદી ફટકારી હતી. આ સદીની સાથે એલ્ગરે ભારતની ધરતી પર ઈતિહાસ રચી દીધો છે.

હકીકતમાં, આફ્રિકાના કોઈ ખેલાડીએ 9 વર્ષ બાદ ભારતમાં ટેસ્ટ સદી ફટકારી છે. આ પહેલા હાશિમ અમલાએ 2010મા ભારતના પ્રવાસે ટેસ્ટ સદી ફટકારી હતી. વર્ષ 2012મા પર્દાપણ કરનાર એલ્ગરની એશિયાની ધરતી પર બીજી સદી છે. આ પહેલા તેણે 2014મા શ્રીલંકા વિરુદ્ધ ગોલ ટેસ્ટમાં સદી ફટકારી હતી.

(5:17 pm IST)