Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

ઇમરાન ખાન પોતાને અપમાનિત કરવા માટે નવા-નવા રસ્તા શોધી કાઢે છે

નવી દિલ્હીઃ પાકિસ્તાનના પ્રાઇમ મિનિસ્ટર ઇમરાન ખાનની સ્પીચને લઇને વીરેન્દર સેહવાહે તેમની ઝાટકણી કાઢી છે. યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બ્લીમાં ઇમરાને આપેલી સ્પીચને ધિક્કાર સ્પીચ તરીકે ગણાવવામાં આવી રહી છે. આ વિશે સેહવાગે ટ્વીટ કર્યુ હતું કે 'એક એન્કરે કહ્યું કે તું (અમેરિકાના શહેર)બ્રોન્કસા વેલ્ડર જેવી વાત કરી રહ્યો છે. થોડા દિવસે પહેલાં તેમણે યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બ્લીમાં એક સ્પીચ આપી હતી. આ વ્યકિત પોતાની જાતને અપમાનિત કરવા માટે નવા-નવા રસ્તા શોધી કાઢે છે.'

(4:04 pm IST)