Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

સ્મિથનો એશિયઝ શો કરતા રોહિતનો શો ધમાકેદાર રહેશે : શોએબ અખ્તર

મેં રોહિતને કહ્યું કે તે તેના નામની આગળ જીલગાવી દે : વિરૂપાજી તો બોલના ભુકકો બોલાવી દયે છે

નવી દિલ્હી, તા. ૪ :  પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરનું કહેવું છે કે રોહિત શર્મા ટેસ્ટમાં સ્ટીવ સ્મિથ કરતાં સારો દેખાવ કરી શકે છે. હાલમાં રમાયેલી એશિઝમાં ઓસ્ટ્રેલિયન પ્લેયર સ્ટીવ સ્મિથે ૭૭૪ રન કર્યા હતા. યુટયુબ પર શેર કરેલા એક વિડિયોમાં શોએબ અખ્તરે કહ્યું હતું કે આજના ગ્રેટ પ્લેયર વિરાટ કોહલી અને સ્ટીવ સ્મિથ જેવો સારો દેખાવ રોહિત કરી રહ્યો છે. ઇંગ્લેન્ડ સામેની પાંચ સિરીઝની ટેસ્ટ-મેચમાં રોહિત ૧૦૦૦ રન કરી શકે છે. આ વિશે વધુ જણાવતા શોએબે કહ્યું હતું કે મેં રોહિતને કહ્યું હતું કે તેના નામની આગળ જી-લગાવી દે. આ જી એટલે કે ગ્રેટ રોહિત શર્મા મેં તેને એમ પણ કહ્યું હતું કે તું જયારે મેદાનમાં ઉતરે ત્યારે ઇન્ડિયાનો બેસ્ટ બેટસમેન છે એવા માઇન્ડ સેટ સાથે ઉતરે.

(4:02 pm IST)