Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

કોહલીને પછાડી સ્મિથ બન્યો નંબર વન

દુબઈ : વેસ્ટ ઇન્ડીઝ સામે પહેલા બોલ પર આઉટ થયા બાદ વિરાટ કોહલીએ ટેસ્ટ રેન્કિંગમાં નુકસાનનો સામનો કરવો પડ્યો છે. આઇસીસી દ્વારા જાહેર કરાયેલી ટેસ્ટ રેન્કિંગમાં હવે ટીમ ઇન્ડિયાનો કેપ્ટન બેટ્સમેનોના રેન્કિંગમાં બીજા સ્થાન પર આવી ગયો છે અને ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ કેપ્ટન સ્ટીવન સ્મિથ ટેસ્ટ રેન્કિંગમાં નંબર વન પર આવી ગયો છે. આ રેન્કિંગમાં સ્મિથના હવે ૯૦૪ પોઇન્ટ છે, જયારે વિરાટ કોહલી ૯૦૩ પોઇન્ટ સાથે બીજા સ્થાન પર આવી ગયો છે.

(1:06 pm IST)