Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

શૂટીંગમાં મનુ ભાકર - સૌરભ ચૌધરીની જોડીએ જીત્યો ગોલ્ડઃ શૂટીંગમાં ભારત ટોચના સ્થાને

રિયો ડી જાનેરોઃ  ભારતના સ્ટાર શૂટર મનુ ભાકર અને સૌરભ ચૌધરીની જોડીએ ૧૦ મીટર એર પિસ્તોલનો મિકસ ઈવેન્ટમાં ગોલ્ડ જીતીને આઈએસએસએફ વિશ્વ કપમાં ભારતના અભિયાનને શાનદાર અંજામ સુધી પહોંચાડયું છે. આ ઇવેન્ટમાં ભારતની યશસ્વિની દેસવાલ અને અભિષેક વર્માની જોડીએ સિલ્વર મેડલ જીત્યો હતો. આ જીત સાથે ટુનામેન્ટના અંતિમ દિવસે ભારતે પોતાની જબરદસ્ત છાપ છોડી હતી.

આ પહેલાં ટુનામેન્ટના અંતિમ દિવસે ૧૦ મીટર એર રાઇફલ ઇવેન્ટમાં વિશ્વની નંબર વન મહિલા શૂટર અપૂર્વી ચંદેલા અને તેના જોડીદાર દિપક કુમારે ભારતને ચોથો ગોલ્ડ અપાવ્યો હતો. જોડીએ મિકસ્ડ એર રાઇફલ ઇવેન્ટમાં ગોલ્ડ પોતાના નામે કર્યો હતો. અંજુમ મુદગિલ અને દિવ્યાંશ સિંહ પંવારે હંગરીના ઈસ્તર મેસજારોસ અને પીટર સિદીની જોડીને ૧૬-૧૦થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

(1:05 pm IST)