Gujarati News

Gujarati News

News of Tuesday, 4th September 2018

પુત્રની જીત જોઈ પિતાએ લીધો અંતિમ શ્વાસ: એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ વિજેતા તજિન્દ્રપાલ સિંહ તૂરના પિતાનું નિધન

નવી દિલ્હી: હાલમાં ખત્મ થયેલ એશિયન ગેમ્સમાં શોટપુર સ્પર્ધામાં ગોલ્ડ જીતનાર તજિન્દ્રપાલ સિંહ તૂરના પિતા કરણ સિંહનું સોમવારે નિધન થઈ ગયું. કારણે તજિન્દ્રના પિતાનું પુત્રનો ગોલ્ડ મેડલ જોવાનું સ્વપ્ન અધૂરુ રહી ગયું છે. તૂર કેન્સર સામે લડી રહેલા પિતાને પોતાનું ગોલ્ડ મેડલ બતાવીને ખુશી આપવા માંગતો હતો.જકાર્તામાં એશિયન ગેમ્સમાં ભાગ લીધા પછી દિલ્હી પહોંચીને તજિન્દર પંજાબના મોગા સ્થિત ઘરે જવાના હતા, તે સમયે તેમને પોતાના પિતાના નિધનના સમાચાર મળ્યા. શોર્ટપુટના ચેમ્પિયન ખેલાડીને પોતાના પિતાની બગડી રહેલી તબિયત વિશે તો પહેલાથી ખબર હતી, પરંતુ તેને સ્વપ્ને પણ વિચાર્યું નહી હોય કે, અંતિમ સમયે તેની તેમના પિતા સાથે મુલાકાત પણ થશે નહી.તજિન્દ્રના પિતા કરણ સિંહ 2015થી કેન્સર સામે જંગ લડી રહ્યાં હતા. પ્રથમ વખત તેમને સ્કિન કેન્સર ડાઈગ્નોજ થયું હતું, તેની સારવાર પણ કરાવી લીધી હતી. જોકે, એક વર્ષ બાદ પિતાને બોન કેન્સર ડાઈગ્નોજ થયું, જે ચોથા સ્ટેજમાં હતો અને કેન્સર મસ્તિક સુધી ફેલાઈ ગયું. તજિન્દ્ર ભારતીય નેવીમાં જોબ કરે છે, તો તેમના પિતાની સારવારનો ખર્ચ ઈન્ડિયન નેવી ઉઠાવી રહી છે.તૂરના પિતાના નિધન પર એથેલેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (એએફઆઈ) ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો છે. એએફઆઈએ પોતાના ટ્વિટમાં કહ્યું, અમે ખુબ ઉંડા દુ:ખમાં છીએ. અમારા એશિયન શોટપુટ ચેમ્પિયન ગોલ્ડ મેડાલિસ્ટ એરપોર્ટથી હોટલ જવાના રસ્તા પર હતા, ત્યારે અમારી પાસે તેમના પિતાના નિધનના દુ:ખદ સમાચાર પહોંચ્યા. તેમની આત્માને શાંતિ મળે. તજિન્દ્ર અને તેમના પરિવાર સાથે અમારી સંવેદનાઓ છે. ઉલ્લેખનિય છે કે, પંજાબના મોગાના એક ગામના રહેવાસી તજિન્દ્ર ખેડૂત પરિવારમાંથી આવે છે અને ઘણી બધી મુશ્કેલીઓ છતાં તેમના પિતાએ અહી સુધી પહોંચાડવા માટે તેમની ઘણી મદદ કરી હતી.

(7:01 pm IST)