Gujarati News

Gujarati News

News of Tuesday, 4th September 2018

ઓડિસા સરકાર ભારતીય હોકી ખેલાડી લાકડા અને રોહિદાસને આપશે 50-50 લાખ

નવી દિલ્હી: ઓડિસાના મુખ્યમંત્રી નવીન પટનાયકે એશિયન ગેમ્સમાં કાંસ્ય પદક જીતનાર ભારતીય પુરુષ હોકી ટીમના ઓડિસાના બે ખેલાડીઓને બિરેન્દ્ર લાકડા અને અમિત રોહિદાસને 50-50 લાખ આપવાની જાહેરાત કરી છે.

ભારતીય પુરુષ ટીમે પાકિસ્તાનને 2-1થી હરાવીને કાંસ્ય પદક પર કબ્જો જમાવ્યો હતો. રાજ્ય સરકારે એશિયન ગેમ્સમાં રજત પદક જીતનાર મહિલા હોકી ટીમની ચાર સભ્યોને સુનિતા લાકડા, નમિતા ટોપ્પો, લીલીમાં મીંજ અને દીપ ગ્રેસ એક્કાને એક-એક કરોડ આપવાની જાહેરાત પહેલા કરી હતી.

(7:00 pm IST)