Gujarati News

Gujarati News

News of Tuesday, 4th September 2018

એશિયાડના ખેલાડી ઇકોનોમી ક્લાસ અને અધિકારીઓ બિઝનેસ ક્લાસમાં પરત ફર્યા

ભારતના નાયબ મિશન પ્રમુખ આર કે સચેતી એશિયન ગેમ્સ પુરી થયા બાદ ઇન્ડોનેશિયાથી બિઝનેસ ક્લાસમાં પરત ફર્યા:ખેલાડિઓને ઇકોનોમી ક્લાસમાં મોકલવામાં આવ્યા

 

જકાર્તા: એશિયાઇ રમતોમાં ભારતના નાયબ મિશન પ્રમુખ આર કે સચેતી ઇન્ડોનેશિયામાં રમતોની સમાપ્તી બાદ પ્લેનની બિઝનેસ ક્લાસ યાત્રા કરી સ્વદેશ પરત ફર્યા હતા. જ્યારે ખેલાડીઓને અહીંયાથી ઇકોનોમી ક્લાસમાં મોકલવામાં આવ્યા હતા. જકાર્તાથી સિંગાપુર જતું વિમાન એસક્યૂ 967થી યાત્રા કરી રહેલા ભારતીય વોલીબોલ ટીમના એક ખેલાડીએ જણાવ્યું હતું કે, મોટાભાગે ભારતીય ખેલાડી ઇકોનોમી ક્લાસમાં યાત્રા કરે છે અને તેમને ત્યાં સુધી કોઇ મુશ્કેલી નથી જ્યાં સુધી અધિકારીઓ પણ આજ કરે.

  ટીમના ખેલાડીએ કહ્યું હતું કે, ‘‘અમે અહીં તેમના કારણે નથી, પરંતુ તેઓ અમારા કારણે અહીં છે. મને ઇકોનોમી ક્લાસમાં યાત્રા કરવાથી કોઇ મુશ્કેલી નથી પરંતુ તે અધિકારીઓને પણ અમારા જેવી સીટો મળવી જોઇએ ના કે અમારા કરતા વધુ સારી મળવી જોઇએ.’’ જોકે સચેતીએ બચાવમાં કહ્યું કે તેમણે તેમના એર માઇલ્સનો ઉપયોગ કરી બિઝનેસ ક્લાસમાં યાત્રા કરી હતી.

  ભારતીય મુક્કેબાજી સંઘના એક મુખ્ય અધિકારીએ કહ્યું, ‘‘અમારે પણ ઇકોનોમી ક્લાસમાં યાત્રા કરવાની હતી પરંતુ મેં મારા એર માઇલ્સનો ઉપયોગ કરી તેને અપગ્રેડ કરાવી હતી.’’ રમતગમત મંત્રાલયે પણ વિવાદિત અધિકારીના નાયબ મિશન પ્રમુખની હાજરી પર સવાલ ઉઠાવ્યો હતો પરંતુ ભારતીય ઓલમ્પિક સંઘે તેમને પોતાના ખર્ચ પર મોકલ્યા હતા.

(2:43 pm IST)