Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

પી,વી,સિંધુ વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશિપના ફાઇનલમાં પહોંચી :ભારતને પ્રથમ ગોલ્ડમેડલની તક

ફાઈનલમાં સિંધુનો પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન સ્પેનની કેરોલિના મારિન સાથે મુકાબલો થશે

 

નાનજિંગ: ભારતીય બેડમિન્ટન સ્ટાર પી,વી,સિધ્ધુ વિશ્વ ચેમ્પિયનશિપના ફાઇનલમાં પહોંચી છે સિધુએ જાપાનની અકાને યામાગુચીને 21-16 24-22થી હરાવી સતત બીજી વખત વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશિપની મહિલા સિંગલની ફાઈનલમાં પ્રેવશ મેળવી લીધો છે. વિશ્વ ચેમ્પિયનમાં એક સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ જીતી ચુકેલી સિંધૂ હરિફાઈમાં ભારતને પહેલો ગોલ્ડ મેડલ અપાવવા માટે માત્ર એક ડગલું દૂર છે.

   સિધુએ ક્વાર્ટરફાઈનલમાં જાપાનની નોઝોમી ઓકુહારાને ગત ચેમ્પિયનશિપની ફાઈનલની હારનો બદલો લીધો હતો અને હવે સેમીફાઈનલમાં તેણે વધુ એક જાપાની ખેલાડીને બીજી ગેમમાં યામાગુચીને 55 મિનિટમાં હરાવી દીધી હતી. રવિવારે ફાઈનલમાં સિંધુનો પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન સ્પેનની કેરોલિના મારિન સાથે મુકાબલો થશે. સિંધુ પાસે હવે મારિનને રિયો ઓલમ્પિકની ફાઈનલની હારનો બદલો લેવાની તક છે

     મારિને રિયો ઓલમ્પિકમાં સિંધૂને ત્રણ ગેમમાં હરાવીને ગોલ્ડ મેડલથી વંચિત રાખી હતી. ભારતે વિશ્વ ચેમ્પિયનશિપના ઈતિહાસમાં કુલ સાત મેડલ જીત્યા છે પરંતુ અત્યાર સુધી એક પણ ગોલ્ડ મેડલ જીત્યો નથી.

 

(11:51 pm IST)