Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

વર્લ્ડકપ મહિલા હોકી ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં ભારતને મળી નિરાશા: આયર્લેન્ડ સામે 3-1થી હારી

નવી દિલ્હી: વર્લ્ડકપ મહિલા હોકી ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં આયર્લેન્ડ સામે ભારત હારી જતા ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગયું હતું. નિર્ધારિત સમયમાં બંને ટીમો ૦-૦ ગોલથી બરાબરીએ રહેતા મેચનો નિર્ણય ટાઈબ્રેકરથી લેવાયો હતો. જેમાં આયર્લેન્ડે ભારતને ૩-૧થી હરાવ્યું હતું. આયર્લેન્ડની ગોલકિપર મેકફરાને ઉત્કૃષ્ટ ગોલ કિપિંગ કરીને વિજયમાં નિર્ણાયક યોગદાન આપ્યું હતું. ભારતની ગોલકિપર સવિતા આયર્લેન્ડના ખેલાડીઓના સ્માર્ટ પેનલ્ટી સ્ટ્રોક સામે લાચાર પૂરવાર થઈ હતી. ભારતે વર્લ્ડકપમાં ખરેખર તો ક્વાર્ટર ફાઇનલમાં પણ માંડ પહોંચી ના શકાય તેવો સામાન્ય દેખાવ કર્યો હતો. તેમના ગુ્રપ 'બી'માં ઈંગ્લેન્ડ સામે ડ્રો ખેંચી હતી તે પછી આયર્લેન્ડે ભારતને ૧-૦થી હરાવ્યું હતું. અને ગુ્રપની ત્રીજી મેચ ભારતે અમેરિકા સામે ડ્રોમાં ખેંચી હતી. આમ ભારત ગુ્રપમાં બે ડ્રો અને એક પરાજય સાથે પ્લે ઓફમાં પહોંચ્યું હતું જેમાં તેઓએ ઈટાલીને ૩-૦થી હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. ભારતનું ગુ્રપની ટીમો અને ઈટાલી હોકી વિશ્વમાં સામાન્ય દરજ્જાની મનાય છે. ભારતના ગુ્રપમાં ઈંગ્લેન્ડની ટીમ જ ટોચની ટીમોમાં સ્થાન પામી શકે તેવી કહી શકાય.

(4:48 pm IST)