Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

ગોલ્ફર રાહીલ ગંગજીએ જીત્યું લુઈસ ફિલિપ કપ

નવી દિલ્હી:બે વખતના એશિયન ટુર વિજેતા ભારતના રાહીલ ગંગજીએ શાનદાર પ્રર્દશન કરીને ચોથા અને અંતિમ રાઉન્ડમાં 63મુ કાર્ડ રમીને 75000 ડોલરના લુઈસ ફિલિપ કપ ગોલ્ફ ટુર્નામેન્ટનો ખિતાબ જીતી લીધો છે. રાહિલનો વર્ષનો આ બીજો ખિતાબ છે.આ વર્ષની શરૂઆતમાં જાપાનમાં પેનાસોનિક ઓપનનો ખિતાબ જીત્યો હતો. તેની પ્રોફેશનલ ગોલ્ફ ટુર ઓફ ઇન્ડિયામાં આ ત્રીજો ખિતાબ છે. આ જીતથી તેને છ વિશ્વ રેન્કિંગના અંક મળ્યા છે. રાહીલ 7 અંડર 63નું કાર્ડ રમીને 11 અંડર 269નો સ્કોર બનાવ્યો છે.

(4:47 pm IST)