Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

વૈભવ સુરીએ જીત્યો બિયલ માસ્ટર્સ શતરંજનો ખિતાબ

નવી દિલ્હી: ગ્રેન્ડ માસ્ટર વૈભવ સુરીએ બિયલ માસ્ટર્સનો ખિતાબ પોતાના નામે કર્યો છે. જયારે પૃથુ ગુપ્તાએ પ્રીમિયર નવમા રાઉન્ડની સ્પર્ધામાં પોતાનો બીજો ગ્રેન્ડ માસ્ટર સ્તર બનાવાયું છે.

શતરંજની રમતમાં 10માં નંબર ના વૈભવ સુરીએ 5 બાજી રમીને 7 અંક મેળવીને આ સ્પર્ધા પોતાના નામે કરી છે.આ સ્પર્ધામાં 31 દેશોના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં 70 ગ્રેન્ડમાસ્ટર હતા. જર્મનીના ડેનિસ વૈગનર 6.5 અંક સાથે બીજા સ્થાન પર છે. જયારે યુક્રેનના ટોપ નંબર ના પાવેલ ઇલ્જાનોવ ત્રીજા સ્થાન પર છે. 

(4:47 pm IST)