Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

હર્ષલની તોફાની ઇનિંગઃમાત્ર ૩૬ બોલમાં ૫૪ રન ફટકારી દીધા

ટી-૨૦ ની બીજી વોર્મઅપમા પણ

નવી દિલ્‍હીઃ ડર્બીશાયરને હરાવ્‍યા બાદ હવે ભારતે નોર્થમ્‍પટનશાયર સામેની બીજી વોર્મ-અપ મેચ જીતી લીધી છે. બીજી પ્રેકિટસ મેચમાં ટીમ ઇન્‍ડિયાની જીતનો હીરો હર્ષલ પટેલ હતો. જેણે પોતાની ઓલ રાઉન્‍ડર રમતથી વિરોધી ટીમની જીતની દાવને નિષ્‍ફળ બનાવી હતી હર્ષલે ૩૬ બોલમાં ૫ ચોગ્‍ગા  અને ૩ સિકસરની મદદથી ૫૪ રન બનાવ્‍યા હતા.ભારતે પ્રથમ દાવ લેતા આઠ વિકેટે ૧૪૯  રન બનાવ્‍યા હતા.

કેપ્‍ટનશીપમાં ટીમ ઇન્‍ડિયાની શરૂઆત ખૂબજ ખરાબ રહી હતી. સંજુ સેમસન પહેલા બોલે જ લેગ બિફોર આઉટ થયો હતો. આ પછી રાહુલ ત્રિપાઠી ૭, સૂર્યકુમાર યાદવ ૦ રન બનાવી પેવેલીમન જોગો થઇ ગયો હતો. ૮ રનમાં ત્રણ વિકેટ પડી ગઇ હતી ત્‍યારે કાર્તિકે ૨૬ બોલમાં ત્રણ ચોગ્‍ગા અને એક છગ્‍ગાની મદદથી ૩૪ રન બનાવ્‍યા હતા

(4:16 pm IST)